રવિ અગ્રવાલ, વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મી મે 2022ના રોજ એટલે કે આજે સવારે 10:30 વાગ્યે વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત 'યુવા શિબિર'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ અને સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે સી.આર.પાટીલ મંદિરમાં ઉપસ્થિત રહેશે. હાલમાં સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ ખાતે 7 દિવસીય સત્સંગ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મંદિરે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહેશે અને તે પણ કાર્યક્રમમાં લોકોને સંબોધન કરશે. 


શિબિરનો હેતુ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં વધુ યુવાનોને સામેલ કરવાનો છે. તે એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત વગેરે પહેલો દ્વારા નવા ભારતના નિર્માણમાં યુવાનોને ભાગીદાર બનાવવાનો પણ હેતુ ધરાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube