Gujarat Election 2022: PM બન્યા બાદ મોદી પહેલીવાર નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પુજા-અર્ચના કરી, જાણો કેમ અપાઈ તલવાર?
Gujarat Election 2022: વર્ષો બાદ પીએમ મોદી નગર દેવી માં ભદ્રકાળીના દર્શને આવ્યા હોવાથી મંદિર તરફથી તેમને ફૂલોનો હાર અને માતાજીની ચૂંદડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર તરફથી પીએમ એ પૂજા પૂર્ણ કરતા તેમને પેંડાનો પ્રસાદ આપવા આવ્યો હતો
Gujarat Election 2022: પીએમ મોદી હાલ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે બીજા દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નગર દેવી માં ભદ્રકાળીના દર્શન કર્યા હતા. 15 મિનિટ જેટલો સમય તેઓ મંદિરમાં રોકાયા હતા અને એક વિશેષ પૂજા અને નાની માતાજીની આરતી ઉતારીને પાવન થયા હતા.
વર્ષો બાદ પીએમ મોદી નગર દેવી માં ભદ્રકાળીના દર્શને આવ્યા હોવાથી મંદિર તરફથી તેમને ફૂલોનો હાર અને માતાજીની ચૂંદડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર તરફથી પીએમ એ પૂજા પૂર્ણ કરતા તેમને પેંડાનો પ્રસાદ આપવા આવ્યો હતો, સાથે શક્તિના પ્રતીક રૂપ તલવાર પણ અર્પણ કરવામાં આવી હતી. કેમ કે તેમના વિચારો વિશ્વના રક્ષણના છે, માટે તલવાર પ્રતીક રૂપે ભેટ આપવામાં આવી.
Pm બન્યા બાદ મોદી પહેલી વાર મંદિરની મુલાકાત લીધી છે. જ્યારે cm હતા ત્યારે તો નવરાત્રી, નવા વર્ષ અને દરેક પર્વની શરૂઆત નગર દેવીના આશીર્વાદ મેળવીને કરતા હતા. આ મામલે ભદ્રકાળી મંદિરના મહંતે પણ એક નિવેદન આપ્યું હતું.