ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ, 84.17 ટકા સાથે રાજકોટ પ્રથમ
આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. રાજ્યમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીઓનું ભાવી આજે નક્કી થશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે.
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહરે કરવામાં આવ્યું છે. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ પરિણામ જાહેર થયું છે. આ સાથે જ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પોતાનું પરિણામ જોઇ શકે છે.
ગત વર્ષેની જેમ આ વર્ષે પણ રાજ્યમાં બાજી મારતા 84.43 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. ત્યારે રાજ્યમાં આ વર્ષે પણ છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી કેન્દ્ર સૌથી ઓછું 29.81 ટકા પરિણામ સાથે છેલ્લા સ્થાને આવ્યું છે. રાજ્યની કુલ 35 શાળા છે જેમાં 100 ટકા પરિણામ જોવા મળ્યું છે. ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને પાછળ છોડી વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારતા 72.01 ટકા સાથે ઉત્તિર્ણ થઇ છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A (ગણિત)માં 49650 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી જેમાંથી 49,349 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. ત્યારે વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ B (જીવવિજ્ઞાન)માં 75,016 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. જેમાંથી 74,483 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ AB(ગણિત+જીવવિજ્ઞાન)માં 28 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી અને તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ડાંગ- આહવામાં સૌથી ઓછા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ડાંગમાં 310, પોરબંદરમાં 606 જ્યારે દેવભુમી દ્વારકામાં 470 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અમદાવાદ શહેરમાં 10,341 અને અમદાવાદ ગ્રામ્યમાં 7,420 વિદ્યાર્થીઓ હતા. સુરતમાંથી 17,229, રાજકોટમાંથી 10,283, વડોદરામાંથી 8,358 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.
વધુમાં વાંચો: પતિની હત્યારણ પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદની સજા
ગત વર્ષે ધોરણ 12 સાયન્સના 1.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે આ વર્ષે 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. ગત વર્ષની સરખામણીએ 13 હજાર વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધોરણ 12 સાયન્સમાં 120 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફરેફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો.
જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....