Shweta Brahmbhatt To Join BJP: શ્વેતા બ્રહ્મભટ્ટે પાટિલના હાથે કેસરિયો ખેસ પહેર્યો કહ્યું; `હું પહેલાથી જ PM મોદીની પ્રશંસક હતી`
Shweta Brahmbhatt To Join BJP: શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને 2 જૂનના રોજ (આજે) ભાજપમાં જોડાશે. 2017 વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. થોડા દિવસો પહેલા રાજભવન ખાતે પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. આજે યુવા મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ આજે વિધિવત ભાજપમાં જોડાયા છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સીઆર પાટીલની હાજરીમાં શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરિયા ખેસ ઓઢ્યો છે. કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, મેં મારી રીતે રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. મેં ભાજપના કાર્યકર્તાને કામ કરતા જોયા છે. હું પહેલાથી પીએમ મોદીની પ્રશંસક રહી છું. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ રાજકારણમાં કામ કરવા માગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં મેનેજમેન્ટની કમી છે. તેમણે ઉમેર્યું હતું કે, મે ભાજપમાં કોઈ ધારાસભ્યના પદ માટે માંગણી કરી નથી, હું એક નાની વયની કાર્યકર્તા છું. મેં જોયું છે કે ભાજપના કાર્યકર્તા કેવી રીતે કામ કરે છે, હું એ જ રીતે કામ કરવા અહીં આવી છું..
શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરિયો કર્યા બાદ જાણો શું આપ્યું મહત્વપૂર્ણ નિવેદન?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube