અમદાવાદ. આજે કાર્તિક વદ નોમ છે અને સાથે જ શનિવારનો દિવસ છે. એટલે શનિમહારાજની ઉપાસના કરવાથી ખાસ ફળ પ્રાપ્ત થશે. શનિવાર હનુમાનજીનો દિવસ હોવાથી તેમની ઉપાસના કરવાથી પણ ફાયદો થઈ શકે છે. મનની શાંતિ માટે પુસ્તકોનું વાંચન રાખો તો ઘણું જ જ્ઞાન પ્રાપ્ત થાય એમ છે. આધ્યાત્મના પુસ્તકો વાંચવા જોઈએ. કંઈ ન ગમે તો તમને મનગમતા વિષયના પુસ્તકો વાંચવાથી પણ મન પ્રફુલ્લિત રહેશે. 


  1. હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ

  2. તા. 16. રવિ અને સોમવાર. રાતો અને ગુલાબી રંગ

  3. તા.17. રવિવાર અને લીલો રંગ

  4. તા. 18. શનિવાર અને ઘાટો રાતો અને કાળો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

1 ડિસેમ્બર, 2018, શનિવાર

માસ

કાર્તિક વદ 9

નક્ષત્ર

ઉત્તરા ફાલ્ગુની

યોગ

વિષ્કુંભ

ચંદ્ર રાશી

સિંહ (મ,ટ) સવારે 10.01 થી કન્યામાં (પ,ઠ,ણ)


આજના દિવસે શું કરશો?


  • સ્થિરયોગ અને દગ્ધયોગ સૂર્યોદયથી બપોરે 3.51 સુધી

  • આજે નોમની તિથિ છે અને શનિવાર છે

  • માટે, શનિમહારાજની ઉપાસના ખાસ કરવી

  • શ્રીહનુમાનજીની ઉપાસના પણ કરી શકાય

  • ઓમ રાં રામાય નમઃ આ મંત્રનો જાપ 108 વખત કરવો

  • ત્યારબાદ, ઓમ હં હનુમતે નમઃ આ મંત્રનો જાપ કરવો

  • અને પુનઃ ઓમ રાં રામાય નમઃ મંત્રજાપ 108 વખત કરવ


 


મેષ (અલઈ)

  1. પત્ની દ્વારા ધન ખર્ચ થાય

  2. અથવા, સ્ત્રી પાત્ર પાછળ ધન ખર્ચ થાય

  3. વૈભવી દિવસ વીતી શકે છે

  4. વિદ્વતાસભર કાર્ય થાય

વૃષભ (બવઉ)

  1. સીઝનલ વેપારમાં આવક થાય

  2. સાથે સાથે આરોગ્ય પણ કથળી શકે

  3. લોનના કાર્યમાં અડચણ આવે

  4. વિદ્યાર્થી મિત્રો માટે સફળતાનો દિવસ

મિથુન (કછઘ)

  1. થોડું ડરપોકપણું હાવી થાય

  2. નોકરીમાં મુશ્કેલીનો સમય છે

  3. થોડી કનડકત થાય

  4. જમીન-મકાન ક્ષેત્રે પ્રગતિ જણાય છે, માતાથી લાભ

કર્ક (ડહ)

  1. ધન પ્રાપ્તિનો દિવસ છે

  2. માતા સાથે મિથ્યા વિવાદ થાય

  3. પ્રવાસના યોગ પણ છે

  4. પ્રેમના યોગ પણ ખીલ્યા છે

સિંહ (મટ)

  1. ઘરમાં પ્રાસંગિક દોડધામ વધી જાય

  2. ઉત્સવ સંબંધી કાર્યોમાં વ્યસ્તતા રહે

  3. નિર્ણયશક્તિ નબળી પડી જાય

  4. ધન વ્યય વિશેષ થાય

કન્યા (પઠણ)

  1. માનસિક તાણ રહે

  2. જામીનપાત્ર કાર્યોમાં મુદ્દો ઉપસ્થિત થાય

  3. સ્થાનાંતરના યોગ પણ છે

  4. કોઈપણ કાર્ય અચાનક છોડી ન દેવું

તુલા (રત)

  1. જિદ્દીપણું સંબંધોમાં અંતરાય ઊભા કરે

  2. વેપારમાં પણ મુશ્કેલી નડે

  3. કાપડના વેપારીઓએ સચેત રહેવું

  4. સ્વચ્છતા કર્મી માટે સાનુકૂળ દિવસ

વૃશ્ચિક (નય)

  1. પિતા દ્વારા ભાગ્ય બળવાન બને

  2. મનથી મૂકશો તો હારી જશો

  3. સ્નાયુનો દુઃખાવો પિડા આપે

  4. વારસાઈનો પ્રશ્ન ઉકલી શકે છે

ધન (ભધફઢ)

  1. આજે મિશ્ર દિવસ રહે

  2. ગમતુ થાય તેમાં મન ન માને

  3. નથી મળ્યું તે ઉત્તમ લાગે

  4. માટે થોડું દુઃખ થાય

મકર (ખજ)

  1. પરણીત સ્ત્રીઓના પતિદેવ વ્યસ્ત રહે

  2. શરદી-ખાંસીથી બિમારીનો સામનો થાય

  3. ભાગીદારી પેઢી માટે ઉત્તમ તકો રચાય

  4. વેપારમાં વૃદ્ધિ પણ થાય

કુંભ (ગશષસ)

  1. લોખંડ, કાગળ, ટાઈલ્સના વેપારથી લાભ

  2. વડીલો દ્વારા આપને દિશાસૂચન મળે

  3. જીવનસાથીનું આરોગ્ય જાળવવું

  4. કાર્યમાં લાગણીથી જોડાઈ જવાય

મીન (દચઝથ)

  1. સંબંધોમાં નબળાઈ આવે

  2. ખાસ કરીને સ્ત્રી પાત્રો સાથે

  3. સંતાન સંબંધી ખોટો નિર્ણય ન લેવાય તે જોવું

  4. પુરુષ જાતકોને માતા અને પત્ની દ્વારા સલાહ મળે


જીવનમાં પ્રફુલ્લિત રહેવાની ચાવી....


  • જાત જાતના પુસ્તકોમાં પ્રચૂર માત્રામાં જ્ઞાન પિરસવામાં આવ્યું છે.

  • બધુ યાદ ન રહે તો વાંધો નથી પણ, મનની સ્વસ્થતા જાળવજો

  • મજબૂત મનોબળ રાખવાનો પ્રયત્ન કરજો

  • મન જીતે જગ જીતીયા આ ઊક્તિ ક્યારેય ભૂલવી નહીં...