અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી મેટ્રોની રાહ જોઇ રહેલા શહેરીજનોનું આજથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનું સપનું પુરૂ થશે. પીએમ મોદી દ્વારા મેટ્રો ટ્રેનું લોકાર્પણ કર્યા બાદ આજથી પ્રથમ ફેઝમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી આ મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સામાન્ય લોકોને વિનામૂલ્યે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનો લાભ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આજથી જાહેર જનતા માટે આ રૂટ પર આ મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. જે સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી દોડશે. જો કે, રાજ્ય સરકાર દ્વારા 15 માર્ચ સુધી મેટ્રો ટ્રેનમાં સામાન્ય લોકોને મફત મુસાફરી કરવા દેવામાં આવશે. મેટ્રો ટ્રેનને લઇ એપરલ ડેપોમાં 10થી વધુ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં 16 ટ્રેન રાખવામાં આવશે. 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...