તેજશ મોદી/સુરત :સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મ દિવસ છે. જેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે તેવી આ વિશ્વની એકમાત્ર નદી છે. આજે સુરતમાં તાપી મૈયાની પૂજા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ તાપી નદીને ચુંદડી ઓઢાડી પૂજા કરાઈ હતી. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ દ્વારા નદીને 851 મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઈ હતી. આમ, ‘નામને માં તાપી6 ના પ્રાગટ્યદિન જયંતિની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"गंगा स्नान, नर्मदा दर्शन च ताप्ती स्मरण पापम नश्यति", અર્થાત ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપો માંથી મુક્તિ મળે છે. જી હા સુરતમાંથી પસાર થતી તાપી નદીનો આજે જન્મદિવસ છે, જેને ખૂબ ઉત્સાહ સાથે આજે સુરતીઓ મનાવે છે. તાપી નદીનો ઉદગમ મધ્ય પ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વિહાર ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે. 



આ પણ વાંચો : ઓલપાડ ઓવરફ્લો : 5 ઈંચ વરસાદમાં સુરતનુ ઓલપાડ પાણી પાણી થઈ ગયું 


સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને આ કારણે જ સુરતને સૂર્યપુર કહેવાય છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. 



કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ કમલેશ સેલર કહે છે કે, 1915માં માતા તાપીના નામ પરથી જ થાઈલેન્ડની એક નદીનું નામ પણ તાપી રાખવામાં આવ્યું છે. 724 કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે. સુરતની જીવાદોરી જેને કહેવાય છે એ તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને તેથી 0જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે. તાપી નદીના જન્મદિવસે જહાંગીરપુરાના કૃરુક્ષેત્ર સ્મશાન ખાતે પૂજા અર્ચના કરવામાં આવી છે. જ્યાં તાપી માટે ખાસ 851 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. જેમાં મનપા, કુરુક્ષેત્ર ટ્રસ્ટ, શહેર કોંગ્રેસ અને શહેરી જનો જોડાયા હતા.