LIVE: કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂત આક્રોશ રેલીની વિધાનસભા ગૃહ તરફ આગેકૂચ
ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઘેરાવાને લઇને પાટનગર ફેરવાયું પોલીસ છાવણીમાં
ગાંધીનગર: પાટનગરમાં વિધાનસભાના બેદિવસીય સત્રની શરૂઆત થઇ ગઇ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના દુઃખદ અવસાન પર શોક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જ્યારે ગૃહમાં અટલબિહારી વાજપેયી ઉપરાંત પૂર્વ મંત્રી સ્વ.અમરસિહજી વાઘેલા, હરીલાલ પટેલ, શંકરદાસ મકવાણા,નારસિહ પઢિયાર,ઈકબાલ પટેલ,ગુલસિગ રાઠવા અને અરવિંદસિંહ રાઠોડના અવસાન પર શોક દર્શક ઉલ્લેખો કરવામાં આવશે વિધાનસભા ગૃહની કામગીરી શરૂ તો થઇ પણ Dy CM નીતિન પટેલ ગેરહાજર રહ્યા છે. ગૃહમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મુખ્યમંત્રીએ રજૂ કરેલા શોક ઉલ્લેખ કરેલા પ્રસ્તાવમા પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્યો જય સરદારની ટોપી પહેરી ગૃહમાં કર્યો પ્રવેશ
વિધાનસભા સત્રની શરૂઆત થતા જ કોગ્રેસના ધારાસભ્યોએ જય સરદાર લખેલી ટોપી પહેરીને ગૃહમાં પ્રવેશ કર્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલ, લલીત વસોયા, આશાબેન પટેલ ગૃહમા જય સરદારની ટોપી પહેરી પ્રવેશ કર્યો હતો. જ્યારે પોલીસ અને કોંગ્રેસના વિરજી ઠુમ્મર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. મથાકૂટ થતા મહિલા પી.એસ.આઇને ધક્કો માર્યો હતો.
વિધાનસભા સત્રમાં વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં મગફળી,મોંઘવારી, બેરોજગારી મુદ્દે ચર્ચા કરાશે. ઉપરાંત કાયદાની કથળતી સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાશે. સત્રનાં બીજા દિવસે ગૃહમાં છ વિધેયક પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ફોજદારી કાયદો- ગુજરાત સુધારા વિધેયકનો સમાવેશ કરાશે. ગુજરાત નગરપાલિકા- સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક પસાર કરવામાં આવશે.
અંગ્રેજો જેવી નીતિઓથી બીજેપી ભારતને ફરી ગુલામી તરફ લઇ જઇ રહી છે : અમિત ચાવડા
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિધેયક પસાર કરાશે. ગુજરાત માલિકી ફલેટ સુધારા વિધેયકનો સમાવેશ કરાશે. કોંગ્રેસ તરફથી સરકારને વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે. પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને અનુલક્ષી માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે.
વિધાનસભા ગૃહના ગેટ નંબર 1 પર કોંગ્રેસ દ્વારા હંગામો, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ
પોલીસ છાવણીમાં ફેલાયું પાટનગર
કોંગ્રેસ ખેડૂતોના દેવામાફી મુદ્દે વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સંમેલન બાદ કોંગ્રેસ રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જશે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે એક એસપીની આગેવાનીમાં પાંચ ડીવાયએસપી, 10 પીઆઈ, 35 પીએસઆઈ, 70 મહિલા પોલીસ અને 400 પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. સાથે એસઆરપીની બે કંપનીઓ પણ તહેનાત કરવામાં આવી છે.