આજે UPSC ની પરીક્ષા, નવા નિયમ સાથે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા વિદ્યાર્થીઓ
- સવારે પહેલા તબક્કાની પરીક્ષા માટે સવારે 8:30 વાગ્યે, જ્યારે કે બપોરે બીજા તબક્કાની પરીક્ષા માટે બપોરે 1:30 વાગ્યાથી પરિક્ષાર્થીઓને પ્રવેશ અપાશે.
- પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પરીક્ષા સમયના 10 મિનિટ પહેલા બંધ કરી દેવાશે. પરીક્ષા દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
અતુલ તિવારી/અમદાવાદ :આજે UPSC ની પરીક્ષા છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં પરીક્ષા યોજાશે. અમદાવાદમાં 23,120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે અમદાવાદ શહેરમાં 81 સેન્ટર પર 2 તબક્કામાં પરીક્ષા લેવાશે. પહેલા તબક્કાના પેપરનો સમય સવારે 9:30 થી 11:30 નો રહેશે. જ્યારે કે, બીજા તબક્કાના પેપરનો સમય 2:30 થી 4:30 નો રહેશે. દરેક સેન્ટરના એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા ખોલવામાં આવશે. સવારે પહેલા તબક્કાની પરીક્ષા માટે સવારે 8:30 વાગ્યે, જ્યારે કે બપોરે બીજા તબક્કાની પરીક્ષા માટે બપોરે 1:30 વાગ્યાથી પરિક્ષાર્થીઓને પ્રવેશ અપાશે.
આ પણ વાંચજો : રાત્રે સૂસવાટાભર્યા પવનથી થઈ ઠંડીની શરૂઆત, આ વર્ષે લાંબો ચાલશે શિયાળો
આ નિયમો ખાસ ધ્યાનમાં રાખવા
- પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પરીક્ષા સમયના 10 મિનિટ પહેલા બંધ કરી દેવાશે.
- પરીક્ષા દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- પરીક્ષાર્થીઓ સીધા જ પરીક્ષાના રુમ કે હોલમાં તેમની નિર્ધારીત જગ્યાએ બેસવાનું રહેશે.
- તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવું ફરજિયાત રહેશે, કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ડિવાઈસ, મોબાઈલ ફોન, લેપટોપ તેમજ લાઈટર, માચીસ વગેરે સાથે પ્રવેશ કરી શકાશે નહિ.
અગાઉ એકવાર પરીક્ષા કેન્સલ કરાઈ હતી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દેશભરમાં સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા લેવાનાર છે. આ વર્ષે સિવિલ સેવા પરીક્ષા 2020 માટે 10 લાખથી વધુ કેન્ડીડેટ્સે ફોર્મ ભર્યું છે. દેશના વિવિધ શહેરોમાં 2569 કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આ પરીક્ષા 31 મેના રોજ યોજનાર હતી. પરંતુ કોરોના મહામારીને પગલે તેને કેન્સલ કરાઈ હતી. ત્યાર બાદ નવી તારીખ 4 ઓક્ટોબરના રોજ જાહેર કરાઈ હતી. કોરોના કાળમાં આયોજિત થઈ રહેલી પરીક્ષા દરમિયાન સ્પર્ધકોને કોરોનાથી બચવા મટે યુપીએસએઈ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરવાનુ રહેશે.
આ પરીક્ષા વિશે અમદાવાદના અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, પરીક્ષા દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ અનુસાર દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા ખોલવામાં આવશે. સાથે જ પરીક્ષાર્થી કોઈપણ મૂલ્યવાન ચીજવસ્તુઓ પોતાની સાથે રાખી શકાશે નહિ. આવી ચીજવસ્તુઓ ગુમ થવા કે ચોરાઈ, ખોવાઈ જવા અંગે યુ.પી.એસ.સી જવાબદાર રહેશે નહીં, તેની સંબંધકર્તાઓએ નોંધ લેવી.