નવનીત દલવાડી/ભાવનગર: 14 મી જૂન એટલે કે વિશ્વ સ્વેરછીક રક્તદાતા દિવસ. રક્ત કે જેને હજુ આજનું આધુનિક વિજ્ઞાન પણ કૃત્રિમ રીતે ઉત્પાદન કરી શક્યું નથી. જેથી રક્તદાતાઓ દ્વારા જે રક્તદાન કરવામાં આવી રહ્યું છે જેના થકી લાખો લોકોની જિંદગી બચી રહી છે. ભાવનગરમાં વર્ષે હજારો લોકો રક્તદાન કરે છે. જે માટે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. જ્યારે ભાવનગરમાં એવા પણ શતકવીરો છે, જે 100 થી પણ વધુ વાર રક્તદાન કરી ચૂક્યા છે, આવા રક્તદાતાઓ અન્ય લોકો માટે પ્રેરણા શ્રોત બની રહ્યા છે. આપણે રક્તદાન શા માટે કરવું જોઈએ? અને તેના થકી કેવા ફાયદાઓ થાય છે.?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે 14 જુન એટલે કે વિશ્વ સવેચ્છીક રક્તદાતા દિવસ. આ દિવસની ઉજવણી પુરા વિશ્વમાં કરવામાં આવે છે. આમ તો અનેક રેગ્યુલર રકતદાતાઓ સમયાંતરે સ્વૈચ્છીક રક્તદાન કરતા જ હોય છે, પરંતુ 14 જુન 1868માં જન્મેલા ફ્રાંસના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટરે લોહીના A,B,O ગ્રુપની શોધ કરી હતી. જેના જન્મદિનને વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવાનું વર્ષ 2004થી પ્રારંભ કરવામાં આવ્યો છે. આજના ખાસ દિને લોકો સ્વેચ્છિક રીતે રક્તદાન કરી અને લોહીની જરૂર વાળા લોકોની મહામુલી જીંદગીને નવજીવન આપવામાં સહભાગી બની રહ્યા છે. જેમાં ભાવનગરના બે શતકવીર રક્તદાતાએ પણ લોકોને વર્ષમાં ચાર વાર રક્તદાન કરવા અપીલ કરી છે.


લોહી કે જે કુદરતની અણમોલ દેણ છે. જેને આજનો 21 મી સદીનો માનવી હજી સુધી બનાવી શક્યો નથી અને માટે જ લોકોએ અન્ય લોકોની જીંદગી બચાવવા માટે રક્તદાન કરવું જરૂરી બન્યું છે. આજથી 110 વર્ષ પહેલા ફ્રાંસના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટરે લોહીના A,B,O ગ્રુપની શોધ કરી હતી અને ત્યાર બાદથી લઇને આજદિન સુધી આ શોધના આધારે અવનવા પ્રયોગો હાથ ધરીને તેમાં જરૂરી સંશોધનો કરી માનવીના જીવનને બચાવવા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 


કાર્લ લેન્ડસ્ટરનો જન્મ 1868 માં થયો હતો અને તેને આ શોધ બદલ 1930 માં તેને નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 14 જુન 1868 માં થયો હોય જેથી આ દિવસને વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવાનું વર્ષ 2004 માં શરુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લોહી અમુલ્ય છે અને તે અનેકની જીંદગી બચાવે છે, ત્યારે આજના આ દિને લોકો રક્તદાન કરવા પ્રેરિત થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. 


આજનો યુવક રક્તદાન કરવા પ્રેરિત થાય તે ખુબજ જરૂરી છે. ભાવનગર શહેરમાં અનેક શતકવીર રકતદાતાઓ છે. જેમાં સંજયભાઈ પરાંજપે ૧૭૮ વાર અને રાજેશ મહેતા કે જેઓ ૧૭૫ વાર રક્તદાન કરી લોકોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. શતકવીર રક્તદાતાઓ આજના આ ખાસ દિને રક્તદાન કરી લોકોમાં રક્તદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે. આપણું લોહી અનેક લોકોનું જીવન બચાવે છે, ત્યારે લોકો પણ અન્ય લોકોની મહામુલી જીવન બચાવવા રક્તદાન કરે તે જરૂરી છે. રક્તદાન કરવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી તેમજ રક્તદાન કરનાર ને કોઈ પ્રકારની આડઅસર કે બીમારી પણ નથી થતી. પરંતુ વ્યક્તિને સોય નો ડર ચક્કર કે ગભરામણ ક્યારેક કરી મુકે છે, પરંતુ મજબુત મનોબળ વાળા રક્તદાતા સમયે રક્તદાન કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરે છે.


ભાવનગરની બ્લડબેંકોમાં અત્યાધુનિક સાધનો પણ હાલ મૌજુદ છે. જેમાં બ્લડના વિવિધ ટેસ્ટ કરી તેમાંથી વિવિધ ઘટકો છુટા પાડવામાં આવે છે. જેમાં શ્વેત રક્તકણો-લાલ રકતકણો-ત્રાક કણો-અને પ્લાઝમા અલગ-અલગ પાડીને જરૂરિયાત અનુસાર આપવામાં આવે છે .જયારે અમુક કિસ્સાઓમાં હોલ બ્લડ એટલેકે આ બધા તત્વો ધરાવતું બ્લડ પણ પૂરું પાડવામાં આવે છે. લોહીની સૌથી વધુ જરૂરિયાત થેલેસેમિયા ગ્રસ્ત લોકોને પડે છે, આ ઉપરાંત બ્લડ કેન્સર, પ્રસુતિ, અકસ્માત વગેર સમયે પણ લોહીની ખાસ જરૂર પડતી હોય ત્યારે આવા દર્દીઓને લોહી મળી રહે તે જરૂરી છે, અને જેના માટે વિશ્વમાં સ્વેછીક રકતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube