ઝી બ્યુરો, અમદાવાદ: સિંહ જૈવિક, સાંસ્કૃતિક, પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતું પ્રાણી છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સામેલ છે. વર્ષ 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત માટે આ દિવસ ગૌરવ લેવા જેવો
ગુજરાતે સિંહોનું જતન રાખ્યું છે. જેને કારણે એશિયાટિક સિંહો હોવાનું ગૌરવ લઈ શકાય છે. ગુજરાત સરકાર અને વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જેના પરિણામે આ દિવસની ઉજવણી વિશ્વમાં જોવા મળતા સિંહોની અગત્યતા દર્શાવે છે. એશિયાઈ સિંહો અને બુહદગીરના 3 હજાર ચો. કી.મી. વિસ્તારમાં મુકત પણે વિહરતા જોવા મળે છે.


પ્રેમની અદ્ભુત દાસ્તાન, પત્નીના વિયોગમાં પતિએ કર્યો અનોખો સંકલ્પ


વિશ્વ સ્તરે એશિયાઈ સિંહોનું મહત્વ વધ્યું
સિંહોના રક્ષણ અને સંવાર્ધનની જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકાર સતત પ્રયત્ન કરે છે. સિંહ એક એવી પ્રજાતિ છે જેનાથી આપને ગર્વ અનુભવીએ છીએ. સિંહોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારા પાછળ ગીરની બોર્ડર પરના લોકોનો પણ ખુબ જ મહત્વનો ફાળો છે. સિંહો ધીમે ધીમે હજુ પણ તેની ટેરેટરી વધારી રહ્યા છે. ત્યારે નવા રહેણાંકના લોકો દ્વારા સિંહો પ્રત્યે કેવું વર્તન થાય અને તેને બચાવી રાખવામાં કેટલા મદદરૂપ થાય તેના પર વનવિભાગ નજર રાખી રહ્યું છે.


'એક રાખી સૈનિકો કે નામ' સુરતની 11 યુવતીઓ બાઈક પર નડાબેટ પહોંચી જવાનોને બાંધશે રાખડી


સિંહોને નિહાળવા વિશ્વભરમાંથી આવે છે લોકો
સિંહોને નિહાળવા વિશ્વભરમાંથી અનેક લોકો સાસણ ગીરની મુલાકાતે આવે છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં જોવા મળે છે. સિંહોની સંખ્યામાં વધારો થતા બૃહદ ગીરની કામગીરી અમલમાં છે. સિંહોની સલામતી માટે સ્થાનિક સમુદાયો તેમજ વૈશ્વિક કક્ષાના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. આપણાં ત્યાં સિંહો એકદમ સલામત છે. તેમના થકી પ્રવાસનને પણ ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે અને સિંહોની સલામતી માટે સરકાર અનેક પહેલ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube