અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેર સ્પોટર્સ સિટી બનવા તરફ અગ્રેસર જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં એક પછી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બની રહ્યા છે. AMC બાદ હવે ઔડા દ્વારા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. આગામી ઓલ્મિપિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત અહી આયોજન કરવાનુ પણ પ્લાનિંગ છે, જેથી તેને તે દિશામાં ધ્યાન રાખીને તૈયાર કરવામા આવી રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના પશ્ચિમ વિસ્તારને લાભ મળશે 
ઔડા દ્વારા રૂપિયા 9.6 કરોડના ખર્ચ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ કરાવાઈ રહ્યું છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગોધાવી-મણિપુર વિસ્તારમાં તૈયાર થઈ રહ્યુ છે. અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર એટલે કે સાઉથ બોપલ સહિત આસપાસના નવા વિસ્તારને ધ્યાન પર રાખી આ સ્પોર્ટસ કોમ્પલેક્સ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જેમાં લગભગ તમામ સ્પોર્ટસને સામેલ કરવામાં આવશે. અહી તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મૂકવામા આવશે. કારણ કે, તેને ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ બનાવવામાં આવી રહ્યુ છે. હાઇ જમ્પ, બાસ્કેટ બોલ, ફુટબોલ ગ્રાઉન્ડ, કબડ્ડી સહિતની એક્ટિવિટી ઉભી કરાશે. આ ઉપરાંત 500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. સ્પોર્ટસ સાથે જોડાયેલ લોકો માટે પ્રેક્ટિસ કરવા અને નવા એથ્લિટ તૈયાર કરવા આ મેદાન ઉપયોગી સાબિત થશે.


આ પણ વાંચો : અચાનક અમદાવાદમાં એક કલાક માટે લોકડાઉન લાગ્યું, લોકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા


ખાસ રનિંગ ટ્રેક હશે
સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં 400 મીટર લંબાઈવાળો રનિંગ ટ્રેક હશે, જેમા એથ્લેટિક રમતો રમાશે. 400 મીટર લંબાઇ વાળો રનિંગ ટ્રેક ખાસ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનશે. તેમજ અહી 2 કબડ્ડી કોર્ટ, 2 બાસ્કેટબોલ કોર્ટ, ફુટબોલ કોર્ટ, હાઇ જમ્પ, લોન્ગ જમ્પ ગેમ્સની વ્યવસ્થા હશે. જેમાં 500 માણસ બેસવાની ક્ષમતા હશે. 


આ વિશે ઔડાના સીઈઓ ડીપી દેસાઈએ જણાવ્યુ કે, રૂપિયા 9.6 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર થઇ રહ્યું છે. જૂલાઇ મહિનાના અંત સુધીમાં સ્પોર્ટસ કોમ્પલેક્સ તૈયાર થઈ જશે. આ કોમ્પ્લેક્સથી શહેરના નવા જોડાયેલ વિસ્તારો લાભ મળશે. સાથે જ અહીં આગામી ઓલ્મિપિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત આયોજન કરવાનુ પણ પ્લાનિંગ છે. શહેરમાં સ્પોર્ટસ એક્ટિવ માટે ઔડા અને એએમસી વધુ સજ્જ બનશે. ભવિષ્યમાં એએમસી દ્વારા અહી રનિંગ ટ્રેક પણ તૈયાર કરાશે.