ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર: કલા સંસ્કૃતિ, શિક્ષણ અને સંસ્કાર નગરી ભાવનગર અખાત્રીજ અને 7મી મેનાં દિવસે 296 વર્ષ પુરા કરી 297માં વર્ષમાં પ્રવેશ છે. વર્ષો બાદ તારીખ અને તિથીનો સુભગ સમન્વય થયો છે. આગવો ઇતિહાસ ધરાવતા ભાવેણાની સંસ્કૃતિ અનોખી છે. ભાવનગરની સ્થાપનાં વિક્રમ સંવત 1779નાં અક્ષય તૃતિયા એટલે કે, વૈશાખ સુદ ત્રીજનાં દિવસે થઇ હતી. તે દિવસે તા.7-5-1723 હતી. અને મંગળવાર પણ હતો આમ વર્ષો બાદ તારીખ, વાર, અને તિથીનો ત્રિવેણી સંગમ મિલન થયું  છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર નગર શહેરને કલા અને સંસ્કારી નગર તરીકેની ઓળખ ધરાવતું શહેર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભાવનગર શહેર માત્ર ગુજરાત રાજ્ય જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ નામનાં ધરાવતું શહેર છે. આજે ભાવનગર શહેરની સ્થાપનાને 296 વર્ષ પૂર્ણ કરી 297માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે જો ભાવનગરનાં ઈતિહાસ પર એક નજર કરવામાં આવે તો ભાવનગર ગોહિલવંશનાં પ્રજાવાત્સલ્ય રાજવી ભાવસિહજી મહારાજ સિહોર રાજધાની છોડી "વડવા " ગામ ખાતે ઈ.સ.1779 સ્થાપના કરી હતી.


દીકરીના લગ્ન ઠાઠમાઠથી કરવા મજબૂર પિતાએ કર્યું એવું કામ, કે આખી જિંદગી કલંક બનીને રહી જશે


આ ઉપરાંત ગોહિલ રાજવી પરિવારનાં મહારાજ તખ્તસિંહજી અંગ્રેજી કેળવણી લેનાર પ્રથમ રાજવી હતા. તેઓ એ ઈ.સ.1880માં તેમણે રેલ્વેની શરૂઆત કરી હતી. આઝાદી કાળ દરમ્યાન પણ ભાવનગરએ ચળવળનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આઝાદી બાદ 1959માં પહેલું રાષ્ટ્રીય મહાસભાનું અખીલ ભારતીય અધિવેશન ભાવનગરમાં જ મળ્યું હતું. આઝાદી બાદ દેશી રજવાડાઓને એક કરી ભારત દેશનાં નિર્માર્ણમાં સૌ પ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1800 પાદરનું રજવાડું દેશનાં ચરણોમાં સમર્પિત કર્યું હતું.


સુરતમાંથી 1 કરોડના હીરા ચોરનાર હેન્ડસમ ચોર આખરે પકડાયો

 


ભાવનગરનાં ગોહિલ રાજવી પરિવારએ હર હમેશ પોતના રજવાડાની પ્રજાની સુખાકારી માટે કામ કર્યા છે. આજે પણએ ઈતિહાસનાં પુરાવા રૂપ એવા સ્થાપત્યો અને શિલ્પોએ અડીખમ ઉભા રહી આવનાર પેઢીને દ્રષ્ટાંતો પુરા પાડી રહ્યા છે. ભાવનગરનાં વરિષ્ઠ ઇતિહાસકાર ડો.પીજી કોરાટનાં જણાવ્યા પ્રમાણે ભાવનગરની પ્રજા પ્રેમી રાજવી ભાવસિંહજીએ સુરક્ષા અને બંદરીય વિકાસ સાધવા શિહોરથી રાજગાદી ફેરવી ભાવનગર શહેર વસાવી ત્યાં પાટનગર બનાવ્યું હતું.


[[{"fid":"213987","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mahadev-Madir-Of-Bhavanagr.jpg","field_file_image_title_text[und][0][value]":"Mahadev-Madir-Of-Bhavanagr.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mahadev-Madir-Of-Bhavanagr.jpg","field_file_image_title_text[und][0][value]":"Mahadev-Madir-Of-Bhavanagr.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Mahadev-Madir-Of-Bhavanagr.jpg","title":"Mahadev-Madir-Of-Bhavanagr.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવ, ગૌરીશંકર સરોવર અને અન્ય પ્રાચીન સ્મારકો ઉભા થયા છે. ભાવનગર રાજ્યની સ્થાપનાં કાળથી ભાવનગર ખ્યાતનામ છે. ભાવનગર શહેરનો આગવો ઇતિહાસ છે. ભાવનગરમાં મહારાજાનાં બંગલો નિલમબાગ પેલેસ છે. તો ટેકરી પર તખ્તેશ્વર મહાદેવનું મંદિર છે. ગામની મધ્યમાં શિલ્પકલકાની પ્રતિકૃતિ સમી ગંગાદેરી છે.