દિનેશ વિઠ્ઠલાણી/દેવભૂમિ દ્વારકા : જિલ્લાના ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની અંદર છ વોર્ડની 24 બેઠકો પર આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાનાર છે. ભાણવડ પાલિકાની 24 બેઠકો પરના 72 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધેડે કહ્યું, આટલી HOT ચા બનાવો છો તો તમે કેટલા હોટ હશો? આવો એકાંતમાં કોફીનો આનંદ માણીએ


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં મધ્યસત્ર ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાણવડ નગરપાલિકામાં કુલ છ વોર્ડની ૨૪ બેઠકો પર આવતીકાલે મતદાન યોજાનાર છે, ત્યારે 72 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થશે. જેમાં ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં 26 મતદાન મથકો પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, તમામ પક્ષો પોતાના ઉમેદવારો જીતાડવા માટે તમામ પ્રકારનું જોર લગાવી રહ્યા છે.


બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રીએ વેપારીને કહ્યું, જેમ જેમ તમે પૈસા ઉડાડશો તેમ તેમ હું કપડા ઉતારીશ અને પછી...


સંવેદનશીલ મતદાન મથકો 17 અને અતિ સંવેદનશીલ મતદાન મથકો 9 મથકો છે. જેમાં પુરુષ મતદાર 9246 અને સ્ત્રી મતદાર 9053 જ્યારે અન્ય એક મતદાર મળી કુલ 18,300 મતદારો છે. જેમાં કુલ 146 પોલિંગ સ્ટાફ છે ત્યારે આવતીકાલે સવારથી જ મતદાન શરૂ થાય તે માટેની તમામ તૈયારીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અધિકારીઓ દ્વારા કરાઈ છે. એક ડીવાય એસપી સહિત 206 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત રહેશે. જો કે જનતા કોને મેન્ડેન્ટ આપે તે આગામી 5 તારીખે જ માલુમ પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube