તેજસ દવે/ મહેસાણા: ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી દેશને ગૌરવ અપાવનાર ભાવિના પટેલનું તેમના જન્મ દિવસ નિમિત્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સુંઢિયા ગામમાં વરઘોડો કાઢી ભાવિનાનું ભવ્ય સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ભારતમાં પ્રથમ અને વિશ્વમાં 8મું રેન્કિંગ ધરાવતી ભાવિના પટેલ આજે પોતાના વતનમાં આવી છે અને તે ખૂબ ખુશ છે.  જ્યારે આખો દેશ ભાવિના પટેલની જીત માટે ગૌરવ લઈ રહ્યો છે, ત્યારે ભાવિના પટેલનું ગામ સુંઢિયા પોતાની દિકરીની જીતનો જશ્ન મનાવી રહ્યું છે.



આજે જોગાનુંજોગ ભાવિના પટેલનો જન્મ દિવસ પણ આજે છે. આજે સુંઢિયા ગામના યુવાનો તથા સોમજી પાટી પરિવાર દ્વારા જે.કે.લક્ષ્મી સિમેન્ટ તથા દાતાઓના સહયોગથી ક્રિશ્નાબા સંકુલ ખાતે આજે ભાવિનાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને સમગ્ર ગ્રામજનોએ ગામમાં વરઘોડો કાઢી ભાવિનાનું સન્માન કર્યું હતું.



સમગ્ર સુંઢિયા ગામના તમામ સમાજ તથા સંસ્થાઓ દ્વારા દીકરીનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામના આબાલ, વૃદ્ધ અને મહિલા તથા યુવાનો ભાવિનાને સન્માન આપવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખાસ આ કાર્યક્રમમાં ભાવિના તથા તેમના પતિ નિકુંજ પટેલ, ભાવિનાના પિતા, તેમના મમ્મી સહિત ગામના સરપંચ તથા અગ્રણીઓ ઉપરાંત ભાવિનાના કોચ લાલન વગેરે ખાસ ઉપસ્થિત રહયા હતા.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube