હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ
ગુજરાતમાં આવનારા ટુરિસ્ટ્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મહત્વનું આકર્ષણ બની ગયું છે. ગુજરાતના પ્રવાસન સ્થળોમાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉમેરો થયો છે, ત્યારથી ઠંડી હોય કે ગરમી, દરેક સીઝનમાં અહીં હવે પ્રવાસીઓની ભીડ ઉમટેલી જોવા મળે છે. 350 રૂપિયાનો ટિકીટ દર હોવા છતાં મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ ઉમટે છે. હવે પ્રવાસીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોવા માટે હજી થોડા વધુ રૂપિયા ખર્ચવા લાગશે. જોકે, ગેરસમજ ન કરતા. સ્ટેચ્યુને નિહાળવાની ટિકીટમાં કોઈ જ વધારો થયો નથી. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ટોલ પ્લાઝાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેથી ટૂંક સમયમાં જ ટોલ પ્લાઝા પર મુસાફરો પાસેથી ટોલ વસૂલવામાં આવશે.
રાજપીપળા :ગુજરાતમાં આવનારા ટુરિસ્ટ્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મહત્વનું આકર્ષણ બની ગયું છે. ગુજરાતના પ્રવાસન સ્થળોમાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉમેરો થયો છે, ત્યારથી ઠંડી હોય કે ગરમી, દરેક સીઝનમાં અહીં હવે પ્રવાસીઓની ભીડ ઉમટેલી જોવા મળે છે. 350 રૂપિયાનો ટિકીટ દર હોવા છતાં મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ ઉમટે છે. હવે પ્રવાસીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોવા માટે હજી થોડા વધુ રૂપિયા ખર્ચવા લાગશે. જોકે, ગેરસમજ ન કરતા. સ્ટેચ્યુને નિહાળવાની ટિકીટમાં કોઈ જ વધારો થયો નથી. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ટોલ પ્લાઝાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેથી ટૂંક સમયમાં જ ટોલ પ્લાઝા પર મુસાફરો પાસેથી ટોલ વસૂલવામાં આવશે.
લોકસભા હોય કે વિધાનસભા, ચૂંટણી આવતા જ ચર્ચામાં આવે છે ગીરના જંગલમાં રહેતા આ મહંત
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સુધી જવા માટે રસ્તાઓની સુવિધા પણ ઉભી કરવામા આવી છે. ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોરલેન રસ્તો બનાવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરથી ગરુડેશ્વર થઇ કેવડિયા સુધીના નવા રસ્તાનું નિર્માણ કરાયું છે. 450 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બની ગયા બાદ હવે સરકારે ટોલ વસૂલવાની કવાયત હાથ ધરી છે. આ માટે ભાદરવા ગામ પાસે ટોલ પ્લાઝા બનાવાઈ રહ્યો છે. આગામી છ મહિનામાં આ ટોલ પ્લાઝા કાર્યરત થઈ જશે તેવું જાણવા મળ્યું છે.
Photo : ચમત્કારિક છે ગુજરાતના આ કૂવાનું પાણી, લોકો પાણી ભરીને લઈ જાય છે પ્રસાદમાં
ગોંડલ : અભણ દાદીએ ચાલાકીભરી ટ્રીક અપનાવીને 19 દિવસની પૌત્રીને મોત આપ્યું
ટીકિટ 380 રૂપિયા
બસથી લઈને સ્ટેચ્યુ નિહાળવા સુધીની આખી ટીકિટ માત્ર 380 રૂપિયા છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સ્ટેચ્યુને નિહાળવા માટે છેલ્લા દસ દિવસથી એક્સપ્રેસ ટિકીટ શરૂ કરાઈ છે, જેનો દર 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યા કોઈ પણ મુસાફર ડાયરેક્ટ સ્ટેચ્યુની વિઝીટ કરી શકશે. જ્યારે કે, ડેમ પાસે શરૂ કરાયેલ બોટિંગની સુવિધા માટેની ટિકીટના દર 250 રૂપિયા છે.
હેલિકોપ્ટર સર્વિસ પણ છે...
હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીની ટિકિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે.
10 મિનિટની હવાઈ મુસાફરી રહેશે
આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ બતાવવામાં આવશે
એક સવારીમાં હેલિકોપ્ટરમાં એક સાથે કુલ 6 થી 7 પ્રવાસી બેસી શકશે