અમદાવાદ :આવતી કાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે લોકસભા ચૂંટણીની મતગણરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. ગુજરાતના 26 સંસદીય ક્ષેત્ર માટે અને 4 વિધાનસભા ક્ષેત્ર માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 13 સીએપીએફની કંપની બંદોબસ્ત કરશે
આવતીકાલે મતગણતરી હાથ ધરાવાની છે, ત્યારે ગુજરાતમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ સીએપીએફની એક પ્લાટુન 24 કલાક સુધી તૈનાત રહેશે. મતગણતરી પૂરી ન થાય ત્યા સુધી આ પ્લાટુન ખડેપગે રહેશે. એક પ્લાટુનમાં 10 જેટલા સશસ્ત્ર જવાનો સામેલ છે, જેઓનો ત્રિસ્તરીય સુરક્ષામાં ગોઠવાયા છે. રાજ્યમાં કુલ 13 સીએપીએફ કંપનીઓ સુરક્ષા માટે ફાળવાઈ છે. પ્રત્યેક ગણતરી કેન્દ્રના કમ્પાઉન્ડમાં 50 હથિયારધારી એસઆરપી જવાનો તથા કમ્પાઉન્ડ બહાર 20 પોલીસ જવાનોનો સ્ટાફ ખડેપગે રહેશે. 


Pics : કુદરતે આ ગુજરાતીને શરીરનું એક અંગ ન આપ્યું, પણ એક ‘સુપરપાવર’ છુટ્ટા હાથે આપ્યો...


  • કુલ 18 સેન્ટર પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જ્યાં દરેક સેન્ટર પર વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ હશે. 

  • લોકસભા તથા 4 વિધાનસભાની પેટાચૂંટણીની ગણતરી માટે 41 નિરિક્ષકો રહેશે. 

  • આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે અને વિધાનસભા પેટાચૂંટણી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. 

  • તેમજ દરેક સેન્ટર પર કાઉન્ટર આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. 

  • ચૂંટણીને લઇને રાજ્યમાં કુલ 2548 કાઉન્ટિંગ સુપરવાઈઝર કાર્યરત રહેશે અને 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ મતગણતરી માટે હાજર રહેશે. તો મતગણતરી કેન્દ્રની સુરક્ષાને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. 

  • પોસ્ટલ બેલેટ ગણવા માટે સમગ્ર રાજ્યમાં સુપરવાઈઝર, આસિસ્ટન્ટ, માઈક્રો ઓર્બ્ઝર્વર મળીને 309નો સ્ટાફ મૂકાયો છે. 

  • કોઈપણ વ્યક્તિ સેન્ટર પર મોબાઈલ નહીં લઈ જઈ શકે અને ઉમેદવાર તેમજ સુરક્ષાકર્મી પણ મોબાઈલ નહીં રાખી શકે. કાયદાના પાલન માટે ત્રિસ્તરીય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે.


બપોરે 2.07 કલાકે ગુજરાતના આ જૈન મંદિરમાં સર્જાશે અદભૂત ઘટના, મહાવીર સ્વામીને આપોઆપ થશે સૂર્યતિલક


ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત
લોકસભા ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે ગાંધીનગરમાં મતગણતરીની તમામ તૈયરીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતગણતરીને લઇને તમામ ઇવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે, તો ગાંધીનગર લોકસભા બેઠકના મતગણતરીના કેન્દ્રો પર નજર રાખવા માટે 125થી વધુ સીસીટીવી કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ખાસ મોનિટરિંગ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાંથી મતગણતરીના સ્થળ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સેક્ટર-15ની સાયન્સ કોમર્સ અને આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી રૂમમાં ચૂંટણી અધિકારીઓ અને રાજકીય પક્ષોના અજન્ટો સિવાય કોઇને પ્રવેશ નહિ આપવામાં આવે. 


આ સેન્ટર પર કરાશે ગુજરાતની 26 બેઠકોની મતગણતરી, તમારા વિસ્તારની ક્યાં છે જાણવા કરો ક્લિક


રાજકોટ મતગણતરીને લઈ તંત્રની તમામ તૈયારી પૂર્ણ 
રાજકોટના કણકોટ સ્થિત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. અહીં 14 ટેબલ પર મતગણતરી કરાશે. જેમાં 1 ટેબલ પર 3 કર્મચારી ફરજ બજાવશે. પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 11,89,422 મતદારોએ મતદાન કર્યું છે.


Avengers Endgameના પણ અડધા બજેટમાં બન્યું ભારતનું ચંદ્રયાન-2 મિશન, ઉપરથી બચે છે કેટલાક ડોલર્સ


સુરતમાં SVNITમાં કરાશે મતગણતરી 
સુરતમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ ત્યારે આવતીકાલે મતગણતરીને લઈ તંત્ર તૈયાર છે. સુરત બેઠકની મતગણતરી SVNITમાં સાત વિધાનસભા પ્રમાણ ગણતરી કરવામાં આવશે. 10 લાખ 66 હજાર 362 મતની ગણતરી આવતીકાલે કરવામાં આવશે. વિધાનસભા મુજબ મતગણતરીને લઈ રાઉન્ડ નક્કી કરવામાં આવ્યા છે. ઓલપાડમાં 31, કતારગામમાં 21, સુરત પૂર્વમાં 16, સુરત પશ્ચિમમાં 16, વરાછામાં 15, કરંજમાં 13, સુરત ઉત્તરમાં 12 રાઉન્ડ સુધી ગણતરી કરવામાં આવશે. પરંતુ તે પહેલા બેલેટ પેપર વોટની મતગણતરી કરવામાં આવશે.