મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી IPL ફાઇનલ મેચને પગલે દેશભરમાંથી ક્રિકેટ રસિકો આવનાર છે સાથે જ કોરોના બાદ પ્રથમ વખત ફુલ કેપીસીટિ સાથે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર વ્યક્તિઓની ટ્રાફિક અંગે કોઇ સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMUL હવે દેશના નાગરિકોના રસોડે ઓર્ગેનિક ભોજનની ચિંતા કરશે, શરૂ કરી તૈયારી


અમદાવાદના અલગ-અલગ રોડ રસ્તા જે મોટેરા સ્ટેડિયમને જોડતા હોય તેવા રસ્તાઓને ટ્રાફિકનું ડાઇવર્ઝન આપી અલાયદુ પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે. મહત્વનું છે કે ફાઇનલ IPL મેચમાં કેટલાક ફિલ્મી કલાકારો અને રાજકીય આગેવાનો પણ મેચમાં આવવના હોવાથી ત્યારે ટ્રાફિક પોલીસે ટ્રાફિક બંદોબસ્તમાં 7 DCP, 7 ACP, 17 PI, 25 PSI, 1780 જેટલા પોલીસકર્મીઓ અને 14 ક્રેન મૂકવામાં આવ્યા છે. 


GUJARAT CORONA UPDATE: 37 નવા કેસ, 31 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


જેને પગલે મેચ જોવા આવનાર અણધડ પાર્કિંગ કરે નહિ ખાસ કરી 31 જેટલા અલગ-અલગ પાર્કીંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેના કારણે મેચ જોવા આવનાર પાર્કિંગ પોતાના વાહનો મૂકી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસપાસની સોસાયટીઓને પણ પાર્કિંગ માટે જગ્યા આપવા અને ચાર્જ વસુલવા માટેની છુટ તંત્ર દ્વારા આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube