ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની ચાર રાજ્યસભાની સીટ પર પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા અને કોંગ્રેસના ધારાસભ્યોના બગાવત બાદ પણ ઉત્સાહ ઓસર્યો નથી. કોંગ્રેસે પક્ષે પોતાના ઉમેદવારોની જીતની આશા છોડી નથી. કોંગ્રેસ અને બીજેપી વચ્ચે મોટો દાવપેચ ચાલી રહ્યો છે. ગુજરાતમાં હવે એવુ સમીકરણ થઈ ગયું છે કે, એક ધારાસભ્યના સમર્થન પર રાજ્યસભાનું ગણિત ટકેલું છે. એક ધારાસભ્યના આમતેમ થવાથી કોઈની પણ જીત અને કોઈની પણ હાર નક્કી થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવતીકાલે 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલાબેન વોરા અને નરહરી અમીન મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. બીજેપીએ ધારાસભ્યોની હેરાફેરી કરીને કોંગ્રેસનું ગણિત ઊંઘુ પાડી દીધું છે.


સુરત : રત્ન કલાકારોમાં કોરોનાનું સંક્રમણ વધતા 7 ડાયમંડ પેઢી બંધ કરાવાઈ 


2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બહુ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેના બાદ કોંગ્રેસ એકજૂટ રહી ન હતી. કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપી ચૂક્યા છે. જેને પગલે કોંગ્રેસ પાસે હવે માત્ર 65 ધારાસભ્યો બચ્યા છે. તો બીજેપી પાસે 103 ધારાસભ્યો છે. બીટીપી પાસે 2 અને એનસીપી પાસે 1 તથા એક નિર્દળીય ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે. જોકે, કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા ન આપત તો પાર્ટીના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત હતી. પરંતુ હવે મામલો પેચીદો થઈ ગયો છે.



ગુજરાતમાં એક રાજ્યસભા સીટ જીતવા માટે 35 વોટના સમર્થનની જરૂર છે. તેથી કોંગ્રેસના બંને ઉમેદવારોને જીત માટે 70 વોટની જરૂર પડશે. કોંગ્રેસને જીત માટે બીટીપી અને એનસીપીના એક-એક ધારાસભ્યો તથા જિગ્નેશ મેવાણીના સમર્થનની આશા છે. એનસીપીએ તો વ્હીપ જાહેર કરીને કોંગ્રેસને સમર્થન આપવાનું કહી દીધું છે, પરંતુ બીટીપીના પ્રમુખે હજી સુધી મગનું નામ મરી પાડ્યું નથી કે, તેઓ કોને સમર્થન આપશે. જોકે, બીટીપી બંને પાર્ટીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. 


જોકે, કોંગ્રેસ આ ચારેય ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહે છે, તો પણ પાર્ટીનો આંકડો 69 પર પહોંચી શકે છે. તેના બાદ પણ કોંગ્રેસ પોતાના બીજા કેન્ડીડેટને જીતાવી શકે નહિ, કારણ કે એક વોટ ઓછો પડશે. જોકે, શક્તિસિંહ માટે જીત સરળ રહેશે, કારણ કે તેઓ પહેલા કેન્ડીડેટ છે. પરંતુ ભરતસિંહ સોલંકી માટે જીત સરળ નથી. 


કોંગ્રેસ પક્ષ ધારાસભ્યોને આજે વ્હીપ આપશે. આજે યોજાનારી બેઠકમાં પાર્ટી ચૂંટણી માટે વ્હીપ જાહેર કરશે. રાજ્યસભાની ચુંટણીમાં કોંગ્રસના ઉમેદવારને મતદાન કરવા વ્હીપ આપશે. કોંગ્રેસ રાજ્યસભાની ચુંટણીના દિવસે પણ વ્હીપ આપશે. રાજ્યસભાના બંને ઉમેદવાર માટે અલગ અલગ વ્હીપ જાહેર કરશે. કોંગ્રેસ કયા ધારાસભ્ય કયા ઉમેદવારને મત આપશે તે વ્હીપ ચુંટણીના દિવસે જાહેર કરશે. ગઈકાલે રાત્રે કોંગ્રેસના નિરીક્ષક તરીકે રજનીતાઇ પાટીલ, બી કે હરિ પ્રસાદ અને પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચી ગયા છે.