અતુલ તિવારી/અમદાવાદ :તાજેતરમાં જ ધોરણ-10 બોર્ડનુ પરિણામ જાહેર થયા બાદ હવે આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર કરાશે. ત્યારે હવે અત્યારથી જ વિદ્યાર્થીઓની સાથે વાલીઓના ધબકારા વધી ગયા છે, કે પરિણામ શું આવશે. ધોરણ-12 કોમર્સનું પરિણામ વિદ્યાર્થીઓ વહેલી સવારથી ઓનલાઈન જાણી શકશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. તો વિદ્યાર્થીઓ બપોર બાદ માર્કશીટ શાળામાંથી મેળવી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીવેવમાં ધોવાઈ ગયા કોંગ્રસના 26 ઉમેદવારો, 8 MLAએ પણ કોંગ્રેસની આશા પર પાણી ફેરવ્યું


ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો સુરતમાં 50,885, રાજકોટમાં 30,206, બનાસકાંઠામાં 27,366 અને વડોદરામાં 21,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી ઓછા કેન્દ્રશાસિત પ્રદેશ(ડી.વી.)માં 514 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.


ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV