પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા પીએસઆઇ સહિત તેના પુત્રની રૂપિયા 8,000ની લાંચ કેસમાં સુરત એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા પીએસઆઇ દ્વારા રૂપિયા 10,000 ની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે રૂપિયા 8000માં સમાધાન થતાં પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા પીએસઆઇ ને સુરત એસીબીએ ઝડપી પાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર આપે છે ગેરંટી: આટલા મહિનામાં તો પૈસા ડબલ, જોજો સગા વ્હાલાં કે પડોશી ના રહી જાય


સુરત લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા સુરતના લાલગેટ પોલીસ મથકમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અને તેના પુત્રને રૂપિયા 8,000 ની લાંચ લેતા સુરત લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત લાંચ-રૂશ્વત વિરોધી શાખાના નાયબ પોલીસ અધિકારી આર.આર.ચૌધરીના જણાવ્યાનુસાર, લાલગેટ પોલીસ મથક માં અરજદાર દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીના ટેક્નિશિયન વિરુદ્ધ કરવામાં આવેલ અરજીની તપાસ મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગી દ્વારા કરવામાં આવી હતી. જે મહિલા પીએસઆઇ દ્વારા સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. 


પર્વતની તળેટીમાં વસેલું ગુજરાતનું આ શહેર છે જબરદસ્ત, જ્યાં આવેલો છે 'તાજમહેલ', Pics


ફરિયાદી અને પીએસઆઇ વચ્ચે ભારે રકઝકના અંતે 8000 રૂપિયામાં સમાધાન થયું હતું. પરંતુ ફરિયાદી પોતે લાંચ આપવા માંગતા ના હોવાથી સુરત એસીબી નો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. મહિલા પીએસઆઇ એ હેતુલક્ષી વાતચીત ફરિયાદી જોડે કરી લાંચની રકમ પોતાના પુત્ર અશ્વિન પારગીને આપી દેવા જણાવ્યું હતું. જે દરમિયાન લાંચ ની રકમ સ્વીકારતા મહિલા પીએસઆઇ મંજુલાબેન શંકરલાલ પારગી અને તેના પુત્ર અશ્વિન શંકરલાલ પારગીને પોલીસ સ્ટેશનની અંદર જ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બંનેની એસીબી દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. એસીબીના જણાવ્યા મુજબ મહિલા પીએસઆઇ ની અપ્રમાણસર મિલકત અંગેની પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.


મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક


મહત્વનું છે કે મહિલા પીએસઆઇ પોતાના પુત્ર વત્તી પોલીસ સ્ટેશનની અંદર જ લાંચ લેતા રંગે હાથ એસીબીના હાથે ઝડપાયા છે. જે એક મોટો ચર્ચાનો વિષય હાલ બની રહ્યો છે. પોલીસ સ્ટેશનની અંદર મહિલા પીએસઆઇ નો પુત્ર ની હાજરી એ સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે. 


30 વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી પર બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે


મહિલા પીએસઆઇ દ્વારા આ પ્રમાણે અરજીના કામે લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની લોક ચર્ચા પણ છે. જ્યાં સુરત એસીબીએ આ મામલે પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પરંતુ મહિલા પીએસઆઇ ની આ લાંચખોરીને લઈ સુરત પોલીસની છબી પણ ખરડાઈ છે. જેના કારણે સુરત પોલીસે પણ નીચા જોવાનો વારો આવ્યો છે.