ગુજરાતીઓને ઠંડીમાં ફરવા વધુ એક હિલ સ્ટેશન મળ્યું, આ રહ્યું સરનામું
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીતલહેર જોવા મળી રહી છે. ગુજરાતના અનેક શહેરો ઠંડાગાર બની ગયા છે. જેને કારણે તાપમાન ગગડી ગયું છે. 7.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી છે. તો નલિયામાં 8.6 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે. ગુજરાતીઓને વધુ એક હિલ સ્ટેશન મળ્યું છે.
વિનાયક જાધવ/તાપી : જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીતલહેર જોવા મળી રહી છે. ગુજરાતના અનેક શહેરો ઠંડાગાર બની ગયા છે. જેને કારણે તાપમાન ગગડી ગયું છે. 7.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી છે. તો નલિયામાં 8.6 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે. ગુજરાતીઓને વધુ એક હિલ સ્ટેશન મળ્યું છે.
અત્યાર સુધી ગુજરાતીઓ પાસે હિલ સ્ટેશન પર જવા માટે આબુ અને સાપુતારા એમ બે જ સ્થળો હતા. ત્યારે હવે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરનું તોરણમાળ બીજા નંબરનું હિલ સ્ટેશન બન્યું છે. આ હિલ સ્ટેશન હવે સાપુતારાની જેમ ડેવલપ થઈ રહ્યું છે. ગુજરાતમાંથી સુરત, વલસાડ, તાપી, ભરૂચ, વડોદરાના સહેલાણીઓ હવે તોરણમાળ તરફ ફરવા માટે જાય છે. તોરણમાળ પર્વત પર ઠંડીના માહોલ ને લઈને 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર સાતપુડાના પર્વત પર આ હિલ સ્ટેશન આવેલું છે.
તાપી ગુજરાત રાજ્યને અડીને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બરફ છવાયો છે. સાતપુડા પર્વતના અક્કલકુવા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અક્કલકુવા-ધડગાવ તાલુકાના 40 હજારથી વધુ લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. નંદુરબાર જિલ્લાના સાતપુડાના 3 અને 4 નંબરના પર્વતોમાં ત્રણ દિવસથી બરફ છવાતા કાશ્મીર જેવો માહોલ છવાયો છે. પાંચ દિવસના બરફના વાતાવરણમાં 1 થી 2 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જેને કારણે ઉભા પાકોને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો બીજી તરફ, ડાબ ઉદય નદીમાં સવારે દવબિંદૂનું બરફમાં રૂપાંતર થયું છે. ડાબ વિસ્તારમાં બરફથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અલ્પાઈન વિસ્તારમાં બરફનું તોફાન આવવાથી યુરોપના લગભગ 30 દેશોને અસર થઈ છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ જર્મની, ઓસ્ટ્રીયા, હંગેરી, નોર્વે, સ્વિડન, ગ્રીસ, નેધરલેન્ડ વગેરેમાં છે. અનેક શહેરોમાં 5થી 10 ફૂટ જેટલો બરફ જામી ગયો છે. 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. લોકો છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરમાં કેદ છે. ઘણા સ્થળે વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો છે. ટ્રેન અને સડકમાર્ગ પણ ઠપ છે. તો બીજી બાજુ લંડન સહિત અનેક શહેરોમાં પારો માઈનસ 4થી નીચે છે. બરફના તોફાનમાં જર્મનીમાં 8, ઓસ્ટ્રીયામાં 5 લોકોનાં મોત થયા છે. શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ન્યૂયોર્કમાં પણ 2 ફૂટથી વધુનો બરફ જામી ગયો છે.