વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તા પર અચાનક આવી જતા ઢોરને કારણે ભયંકર અકસ્માત સર્જાય છે અને લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. તેમ છતાં મહાનગર પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આજે શહેરના તરસાલી રીંગરોડ બંસલ મોલ નજીક એક મોપેડ પર પસાર થઈ રહેલા માતા-દીકરીને ઢોરે અડફેટે લેતા ઈજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડાયા
શહેરના તરસાલી દંતેશ્વર રોડ પર મોલની સામે સવારે સ્કૂટર પર ચેતનાબેન પંડ્યા અને તેમના માતા દેવીલાબેન જાની પસાર થી રહ્યાં હતા. આ દરમિયાન રોડ વચ્ચે અચાનક ભેંસ આવી જતા બંને નીચે પટકાયા હતા. જેથી બંનેને ઈજા થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108ને ફોન કરી માતા-પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ સોમવારે પીએમ મોદી ગાંધીનગરમાં “ડિજિટલ ઇન્ડિયા વીકનો કરાવશે દેશવ્યાપી શુભારંભ


ભેંસને કારણે રોડ પર પડી જતા માતા-પુત્રી લોહીલુહાણ થઈ ગયા  હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એમ્બ્યુલન્સ પહોંચી ત્યારે પણ રોડ પર ગાયોના ટોળા જોવા મળ્યા હતા. વડોદરા શહેરમાં તંત્રની ઢીલી કામગીરીને કારણે લોકોનો જીવ જોખમમાં છે. તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube