ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના મોટા શહેરોમાં જીવલેણ કોરોના વાયરસ (corona virus) નો પગપેસારો થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાએ દસ્તક દીધી છે. ત્યારે ગુજરાત (Gujarat corona) માં કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો સીધો 8 પર પહોંચી ગયો છે. વડોદરામાં કોરોના વાયરસનો ત્રીજો પોઝીટિવ કેસ (covid 19) સામે આવ્યો છે. શ્રીલંકાથી વડોદરા આવેલ નિઝામપુરાના શખ્સનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. 14મી માર્ચના રોજ શ્રીલંકાથી 52 વર્ષનો આ શખ્સ વડોદરા આવ્યો હતો. હાલ તેને સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં 3, વડોદરામાં 3 અને રાજકોટ-સુરતમાં 1-1 એમ રાજ્યમાં બે દિવસમાં કોરોનાના કુલ 8 કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે સતર્કતાના ભાગરૂપે શહેરમાં 4થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જીવલેણ કોરોનાના સૌ પ્રથમ પોઝિટિવ કેસની એન્ટ્રી રાજકોટથી જ થઈ હતી. જોકે, રાજકોટમાં જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેના પરિવારના ચાર સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતના મોટાભાગના શહેરોમાં કલમ 144 લાગુ કરાઈ છે. આ સાથે જ રાજ્યના કુલ 18 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ છોટાઉદેપુર, ભાવનગર અને અરવલ્લી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 20 માર્ચથી 29 માર્ચ સુધી આ જાહેરનામું લાગુ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં મોલ-મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો પણ આદેશ કરાયો છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પાનમસાલાના ગલ્લા પણ બંધ રહેશે.


વડોદરાના કોરોના દર્દીથી અન્ય લોકોમાં ફફડાટ
વડોદરામાં સ્પેનથી આવેલો કોરોના પોઝિટિવ વ્યક્તિથી હાલ ફફડાટ ફેલાયો છે. કારણ કે, 4 દિવસમાં આ દર્દી 60 લોકોને મળ્યો હતો. હાલ તે જેને જેને મળ્યો તેવા 10 લોકોને શોધી ઓબ્ઝર્વેશનમાં મૂકાયા છે. તો 50 લોકોને શોધવા ક્રાઇમ બ્રાન્ચ મેદાનમાં ઉતરી આવી છે. યુવક સાથે સંપર્કમાં આવેલ લોકોનું મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે. કોરોના ગ્રસ્ત દર્દી સ્પેનથી આવી સોસાયટીના લોકો સાથે ધુળેટી પણ રમ્યો હતો. જેથી ધુળેટી રમનારા લોકો પણ ચિંતિત બન્યા છે. 


વડોદરા 
વડોદરા શહેરમાં કોરોના વાયરસના ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરા આવનાર છે. તેઓ અધિકારીઓ સાથે બેઠક કરી કોરોનાને લઈને સમીક્ષા બેઠક કરશે. શિક્ષણ સચિવ અને વડોદરાના પૂર્વ કલેકટર વિનોદ રાવને વડોદરાની જવાબદારી સોંપાઈ છે. 


148 સેમ્પલ નેગેટિવ આવ્યા
ગુજરાતમાં કોરોનાની મહામારી પહોંચી ચૂકી છે. ગુજરાતમાં હાલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ અને સુરતમાં એક એક કેસ નોંધાયા છે. ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝિટિવ આવ્યો નથી. ગુજરાતમાંથી કોરોના વાઈરસના અત્યાર સુધી કુલ 189 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. જેમાંથી 8 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 148 સેમ્પલ ચકાસણી બાદ નેગેટિવ આવ્યા છે. જ્યારે 34 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. સરકાર લોકોને અપીલ કરી રહી છે કે બને ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...