રાજકોટ : તૌકતે વાવાઝોડાને પગલે ગીરપંથકના ખેડૂતોમાં દહેશત જોવા મળી રહી છે. અડદ, મગ,મગફળી તલ અને કેરી સહિતનાં પાોને યુદ્ધનાં ધોરણે લણવાની શરૂઆત કરી છે. ગુજરાતના ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે. ખેડૂતો ભારે પવન અને તોફાની વરસાદની આશંકાને પગલે પોતાનો પાક લણવાનું શરૂ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો દ્વારા મગ, અડદ, મગફળી અને તલ સહિતનાં પાક લણવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ પાક સંપુર્ણ રીતે પાક્યો પણ નહી હોવા છતા ખેડૂતો નુકસાનીના ભયે લણવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત ખેડૂતો પેનિક થતા હાલ મજુરોની પણ શોર્ટેજ જોવા મળી રહી છે. જેના કારણે મજુરીના ભાવમાં પણ અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. 


આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે, ગીરમાં આશરે 16 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર છે. શરૂઆતમાં જ ઝાકળ અને મધિયાના રોગના કારણે કેરીનો પાક ખરી પડ્યો હતો. જો કે હવે વાવાઝોડું આવે તો જે પાક બચ્યો તે પણ નાશ થાય તેવી ભીતિ જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા પાક લણવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. 


ખેડૂતોએ વરસાદ અને વાવાઝોડુ આવે તો કંઇ જ હાથમાં નહી આવે. થોડી ઘણી કેરી હાથમાં આવે તે માટે યુદ્ધના ધોરણે કેરી લણવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત અન્ય પાક પણ લણવાની શરૂઆત કરી દીધી છે. કાચો પાક પણ ખેડૂતો લણવા લાગ્યા છે. વાવાઝોડા પછી કંઇ જ હાથમાં ન આવે તેના કરતા પાક લણી લેવા માટે ખેડૂતો અધીરા બન્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube