તેજસ મોદી/સુરત : વિદેશ મોકલવાના નામે વધારે એક ટુર ઓપરેટર લોકો પાસેથી લાખો ખંખેરી રફુ ચક્કર થઇ ગયો છે. આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, ત્યારે સુરતમાં પણ આવી એક ઘટના સામે આવી છે. સુરતમાં હજ અને ઉમરા પઢવા માટે સાઉદી અરબ મોકલવાના નામે 50 લાખથી વધુની 136 લોકો સાથે ઠગાઈ કર્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભોગ બનાનારા લોકોએ ટૂરના સંચાલક સામે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તો બીજી તરફ સંચાલકના મિસિંગ થયાની ફરિયાદ પણ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત : આનંદની હેલી લાવતો વરસાદ આ વર્ષે ખેડૂતોને હજુ રડાવી રહ્યો છે


નાનપુરા બદેખાચકલામાં આવેલી ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફીસના સંચાલક દ્વારા ઠગાઇની ઘટના સામે આવી છે. 136 મુસ્લિમ પરિવારો પવિત્ર ઉમરાહ કરવા માટે જવાના હતા. જેના માટે ટૂર સંચાલકે રૂપિયા અને પાસપોર્ટ આપ્યા હતા. આગામી 31ના દિવસે તેઓ સાઉદી અરબની ફ્લાઇટ હતી. જો કે ટુર સંચાલક છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે. ભોગ બનનારા લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નાનપુરા બદેખાચકલા ખાતે ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના સંચાલક દ્વારા ઠગાઈ કરવામાં આવી છે. લગભગ 136 મુસ્લિમો પવિત્ર ઉમરાહ અને હજ કરવા માટે જવાના હતા. ટૂર સંચાલકને તમામ લોકોએ રૂપિયા અને પાસપોર્ટ પણ માંગ્યા હતા. મહત્વનું છે કે આગામી 31મીના રોજ તેમની સાઉદી અરબની ફ્લાઈટ હતી. 


સુરત: રોડ પર જઇ રહેલા યુવકના હાથમાંથી જ મોબાઇલ ઝુંટવી લૂંટારૂઓ ફરાર


ડાકોર : નવા વર્ષે ડાકોર મંદિરમાં 151 મણ અન્નકુટની લૂંટ, પોલીસની નજર સામે બની ઘટના !


જોકે, પ્રવાસ પહેલા જ ટૂર સંચાલક અચાનક ગુમ થઇ ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી તમામ લોકો ગુમ ઓપરેટરટને શોધી રહયા હતા. જોકે તેનો કોઈ પતો લાગ્યો ન હતો. અંદાજે 136 લોકો સાથે લગભગ 50 લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. ભોગ બનનાર લોકો અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. હાલ પોલીસે હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ટુર સંચાલકનો પરિવારે પણ તે ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી. હાલ તો પોલીસ પણ અવઢવની સ્થિતીમાં મુકાઇ છે.