રાણકી વાવમાં યુવાનો પર વીજળી પડતાં મોત, નંદાસણમાં ચબુતરા પર વીજળી પડતા અનેક કબૂતરના મોત
સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત મુસ્કેલીમાં મૂકાયો છે. બીજી બાજુ પાટણની રાણકી વાવ જોવા ગયેલા 2 યુવાનો પર વીજળી પડતાં એકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વીજળી પડતાં 15 વર્ષના કિશોરનું મોત થયું છે.
ઝી બ્યુરો/મહેસાણા: ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહીના ભાગરૂપે આજે (શુક્રવાર) પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ, મોરબી, અમરેલી અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. હજુ 5 દિવસ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત મુસ્કેલીમાં મૂકાયો છે. બીજી બાજુ પાટણની રાણકી વાવ જોવા ગયેલા 2 યુવાનો પર વીજળી પડતાં એકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વીજળી પડતાં 15 વર્ષના કિશોરનું મોત થયું છે.
પાટણમાં રાણકી વાવ ખાતે પર્યટક પર વીજળી પડી આજે ગુજરાતમાં મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો રતનાલમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે કરાનો વરસાદ પડ્યો છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ પાટણમાં વર્લ્ડ હેરિટેજ રાણકી વાવમાં એક મોટી દુર્ઘટના બની છે.
પાટણમાં વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ જોવા આવેલા બે પર્યટકો પર વીજળી પડવાના સમાચાર મળ્યા છે. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે તો બીજા યુવકને વીજળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જાણવા મળ્યું છે કે સંદીપ જગદીશભાઈ પ્રજાપતિ (ઉ.23 વર્ષ) રહે, ગઢ મડાણા, બનાસકાંઠાના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે રોહિત બંસીલાલ મેવાડા રહે ઘઢ મડાણા, બનાસકાંઠાના યુવાન ઘાયલ થયો હતો.
મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. આજે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના હતી, જેના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બપોર બાદ હવામાન વિભાગની આગાહીને વચ્ચે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
આ સિવાય મહેસાણાના નંદાસણ પાસેના શંકરપુરામાં ચબુતરા પર વીજળી પડી છે. વીજળી પડતા અહીં પણ ચબુતરો જમીનદોસ્ત થયો છે. સદ્દનસીબે અહીં કોઈ જાનહાનિના સમાચાર નથી, ચબુતરામાં રહેલ અનેક કબૂતરના મોત થયા હોવાની વાત સામે આવી છે. ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે.
29 અને 30 એપ્રિલે પણ વરસાદની આગાહી આવતીકાલે એટલે કે 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 30મી એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.