વડોદરા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં બન્યા બાદ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલ ક્રિસમસની રજાઓ ચાલે છે. આજે 31 ડિસેમ્બરની ઉજવણીમાં પણ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે લોકો 31 ડિસેમ્બર ની ઉજવણી કરવા માટે ગોવા, દમણ, મુંબઈ જેવા શહેરોમાં જતા હોય છે. પણ આ વર્ષે પ્રવાસીઓ એ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળી રહે તે હેતુથી પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પસંદગી કરી છે.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


જોકે તંત્ર પણ ખડે પગે હાજર છે અને આવનાર તમામ પ્રવાસીઓની સુવિધા માટે વધારાની બસ અને પીવાના પાણી સહિતની સગવડો વધારી છે. તો આવનાર પ્રવાસીઓ પણ અહી નું પ્રાકૃતિક સૌંદર્ય અને આ અદભૂદ કલા કૃતિને નિહાળી ભારતના આ વારસાને માણી રહ્યા છે. 


પ્રવાસીઓ નું કહેવું છે કે પાર્ટી કરવા માટે ઘણા સ્થળ છે, પરંતુ શાંત વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ મેળવવા અને બાળકોને પણ સંસ્કૃતિનો ખ્યાલ આવે તે માટે તેઓની પહેલી પસંદ સ્ટેચ્યુ બન્યું છે.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!