ઝી ન્યૂઝ/જૂનાગઢ: અચાનક બે સિંહો સામસામે આવી ગયા હતા અને જબરી ફાઇટ શરૂ થઈ હતી. ગાઢ જંગલ સિંહોની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું. એવામાં ટૂરિસ્ટો આ દ્ર્શ્ય કેમેરામાં કેદ કરી રહ્યા હતા ત્યારે એક ત્રીજો સિંહ કે જંગલનો ખરા અર્થમાં રાજા હોય એમ આવ્યો અને આ બન્ને સિંહોને એક ત્રાડ પાડી ચૂપ કરાવી દીધા. એટલું જ નહિ સિંહો પર આક્રમણ કરી તો એક સિંહ તો જાન બચાવી નાસ્યો, જ્યારે બીજો સિંહ શરણાગતિ સ્વીકારતો હોય એમ નીચે બેસી ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સિંહોમાં આ દ્ર્શ્યો સામાન્ય નથી હોતા પરંતુ આ ટેરી ટેરીની લડાઈ છે. સિંહ ક્યારેય પોતાના વિસ્તારમાં અન્ય સિંહને પ્રવેશવા દેતો નથી કે જે ખૂબ તાકાતવર હોય. આથી જ અહી કઈક એવા દ્ર્શ્યો જોવા મળ્યા જે એક બીજાને પોતાની તાકાત બતાવવા લડાઈ કરતા હોય. 


ગીરમાં આવા દ્રશ્યો પ્રવાસીઓને ક્યારેક જોવા મળે છે. જેણે જોવાનો મોકો એ ખરેખર અદભુત લ્હાવો છે.