રજની કોટેચા/ ઉના: ગીર બોર્ડરની જસાધાર રેન્જમાં અચાનક બપોરે અઢી વાગ્યાની આસપાસ 3.4 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, ભૂકંપના આંચકા બાદ હાલ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર બોર્ડરની જસાધાર રેન્જના તુલસી શ્યામ વિસ્તારમાં બપોરના સમયે અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2.30 થી 2.33 વાગ્યામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ત્રણ મિનિટમાં 3.4 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી 30 કિલોમિટર દૂર નોંધાયું હતું.


ગુજરાતના 141 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં પાણી જ પાણી


જો કે, ભૂકંપના આંચકાના કારણે આસપાસના ગીર બોર્ડરના 15 થી 17 ગામોમાં તેની અસર જોવા મળી હતી. ત્યારે રાવલ ડેમ પણ તે જ વિસ્તારમાં આવેલો હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


આ આંચકો સિમિત વિસ્તારમાં જોવા મળ્યો હતો. ઉના અને ગીર ગઢડામાં  સિવાય અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા નથી. જાનહાનીના કોઈ સામાચાર સામે આવ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube