તેજસ દવે/મહેસાણા: ઇન્ટરનેટની દુનિયામાં મહારથ હાંસલ કરનાર મહેસાણાનો એક હેકર પોલીસના સકંજા આવ્યો છે. આ હેકર પોતાની આ કળાથી ગમે તેવી વેબસાઈટને પણ હેક કરી શકતો હતો. પણ તેણે પોતાના જ્ઞાનને ગેરમાર્ગે વાપર્યું અને હેકર માંથી ચીટર બની ગયો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમયે દાઉદ ઇબ્રાહિમનો કોલ ટ્રેસ કરીને તેને દાવો કર્યો હતો કે કેટલાક રાજકીય નેતાઓ દાઉદ સાથે સતત સંપર્કમાં છે. આવો ઘટસ્ફોટ કર્યા બાદ કેટલાક રાજકીય નેતાઓની ઉંઘ તેણે ઉડાવી દીધી હતી. આટલો માસ્ટર માઇન્ડ હેકરને આખરે મહેસાણા પોલીસે ચીટીંગના કેસમાં જેલના સળીયા ગણતો કરી દીધો છે.


ક્રેડિટકાર્ડ હેક કરી રૂપિયાની કરતો ઉઠાતરી
દાઉદનો કોલ ટ્રેસ કરીને ચર્ચામાં આવેલા શખ્શનું નામ મનીષ લીલાધર છે. મૂળ મહેસાણાનો અને હાલ જલગાવ મહારાષ્ટ્ર ખાતે રહેતો મનીષ ઈન્ટરનેટની દુનિયાનો બેતાજ બાદશાહ છે. મનિષે ગમે તેવી વેબસાઈટ હેક કરવાની મહારત હાસિલ કરેલી છે. એમસીએનો અભ્યાસ કરનાર મનીષ એક ભેજાબાજ આરોપી નીકળ્યો છે. વર્ષ 2016માં મનિષે રમીલાબેન સોની નામની મહેસાણાની એક મહિલાનું ક્રેડિટકાર્ડ હેક કરીને રૂપિયા 4999 વી ઝા બીલ, રૂપિયા 2000 ઓક્સિજન વોલેટ ગુરુગ્રામ, રૂપિયા 90000 pay u money ગુરુગ્રામ મળી કુલ રૂપિયા 96999 નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું.

આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ 406, 420 તથા આઈટીએક્ટ કલમ 65 અને 66 સીડી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ ગુનો લાંબા સમયથી વણ ઉકેલાયેલો રહ્યો હતો. આ આરોપીએ બીજા અનેક કેટલાક ગુન્હામાં સંડોવાયેલો હોય તેવી શક્યાતાઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે.