વેપારીએ 5 કરોડનાં સોનાના દાગીના લઇને લીધા, IPS અધિકારી મધ્યસ્થી કરી કરોડો ઓછા લેવા ધમકી આપી
બોપલમાં રહેતા સિનિયર સીટીઝન સોનાચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે અમદાવાદનાં એક વ્યક્તિને અત્યાર સુધી 10 કીલો સોનાના દાગીના બનાવી આપ્યા હતા. તેના રૂપિયા આપવાના બદલે સામેની પાર્ટીએ પોલીસની મદદથી દબાણ શરૂ કર્યું હતું. આ અંગે પોલીસ કમિશ્નરમાં અરજી કરવામાં આવી હતી. જેથી અમદાવાદનાં એક આઇપીએસ અધિકારી દ્વારા બંન્ને વચ્ચે મધ્યસ્થી કરવામાં આવી હતી. જો કે નાણા ચુકવનાર પાર્ટી બીજા દિવસે નાણા આપવાની મનાઇ કરી દીધી હતી. જો કે તે વગદાર હોવાથી તેની સામે કંઇ થઇ શકે તેમ નથી તેવું લાગતા સ્યુસાઇડ નોટ લખીને વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ : બોપલમાં રહેતા સિનિયર સીટીઝન સોનાચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે અમદાવાદનાં એક વ્યક્તિને અત્યાર સુધી 10 કીલો સોનાના દાગીના બનાવી આપ્યા હતા. તેના રૂપિયા આપવાના બદલે સામેની પાર્ટીએ પોલીસની મદદથી દબાણ શરૂ કર્યું હતું. આ અંગે પોલીસ કમિશ્નરમાં અરજી કરવામાં આવી હતી. જેથી અમદાવાદનાં એક આઇપીએસ અધિકારી દ્વારા બંન્ને વચ્ચે મધ્યસ્થી કરવામાં આવી હતી. જો કે નાણા ચુકવનાર પાર્ટી બીજા દિવસે નાણા આપવાની મનાઇ કરી દીધી હતી. જો કે તે વગદાર હોવાથી તેની સામે કંઇ થઇ શકે તેમ નથી તેવું લાગતા સ્યુસાઇડ નોટ લખીને વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
એલિયનો દ્વારા અમદાવાદમાં નાખવામાં આવ્યો ટાવર?વિચિત્ર પ્રકાશ અને લખાણથી લોકોમાં કુતૂહલ
નલિન શાહ માણેકચોકમાં પોતાની સોના ચાંદીની પેઢી ધરાવે છે. ત્યાં પ્રિન્ટેશન સોની નામનો વ્યક્તિ સોનાના દાગીના લેતો હતો. જો કે ધીરે ધીરે વેપાર વધતા વિશ્વાસ પણ વધ્યો હતો. જેથી પ્રિન્ટેશે 10 કિલોથી વધારે સોનાના દાગીના બનાવડાવ્યા હતા. જેની 5 કરોડથી વધારે બજાર કિંમત થાય છે. જો કે નલિનભાઇએ આ નાણાની માંગ કરી તો રકમ ચુકવવાનાં બદલે પ્રિન્ટેશે અપશબ્દો કહ્યા હતા. પોલીસને કહીને ફીટ કરાવી દેવાની તથા પોતાની ખુબ જ ઉંચી ઓળખાણ હોવાની પણ ધમકી આપી હતી.
પૂર્વ MPને માસ્ક બાબતે તમાચો ઝિંકતા કોંગ્રેસના ધરણા, પીએસઆઇને સસ્પેંડ કરવાની માંગ
જેથી શહેરનાં પોલીસ કમિશ્નર પાસે ગયા અને પોતાની અરજી આપી હતી. ત્યાર બાદ એક સીનિયર આઇપીએસ અધિકારીએ તેમની વાત સાંભળીને અન્ય પોલીસ કર્મચારીએ આ કેસમાં તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું કે, એક પોલીસ કર્મચારીનાં કહેવાથી બંન્ને પાર્ટી ભેગી થઇ અને અંદાજે 3 કરોડ રૂપિયા ચુકવીને સમાધાન કરવાની વાત પર બંન્ને સંમત થયા હતા. જો કે બીજા દિવસે આ નાણા આપવાની પણ પ્રિન્ટેશે ના પાડી દેતા નલિન ભાઇએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વેપારીનો આરોપ છે કે, અમે આર્થિક રીતે પાયમાલ થઇ ચુક્યા છીએ. અમારે ન્યાય જોઇએ. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube