અમદાવાદ : શહેરમાં પાર્કિંગ અને દબાણ સામે ચાલી રહેલી ઝુંબેશ અવિરત ચાલી રહી છે. જે અંતર્ગત એસ્ટેટ શાખા દ્વારા મેઘાણીનગરમાં અસારવા બેઠકથી જીતેલા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફીસ બહારનું ગેરકાયદેસરનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. મ્યુનિ.કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં આજે મેઘાણીનગર વિસ્તાર ઉપરાંત પ્રહલાદનગર, ઢાલગરવાડ, આનંદનગર રોડ સહિતનાં વિસ્તારોમાંથી દબાણ હટાવવામાં આવ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી મહત્વનું છે કે તંત્ર રાત દિવસ દબાણ હટાવવા માટેની કામગીરી કરી રહ્યું છે. ગત્તરોજ રવિવાર હોવા છતા પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રખાઇ હતી. સરખેજમાં 54 ગેરકાયદેસર પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્પોરેશને સરખેજ, શાંતિપરા સર્કલ અને સરખેજ વોર્ડનાં દબાણો દુર કર્યા હતા. આ ઉપરાંત રસ્તા પર રખડતા ઢોરના ત્રાસના કારણે સીએનસીડી વિભાગ દ્વારા પુર્વ અને દક્ષિણ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 90થી વધારે ઢોરને પકડવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખીય છે કે ઉત્તર ઝોનમાં રહેલા દબાણોને દુર કરવા માટે સજ્જન પોલીસ બંદોબસ્ત સાથે ઠક્કરનગર વોર્ડનાં ચમકચુના ચાર રસ્તા તરફ જતા જાહેર રસ્તા, સૈજપુર વોર્ડ, હીરાવાડી ચાર રસ્તા, કૃષ્ણનગર ચાર રસ્તા સહિતનાં વિસ્તારોમાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં 32 કોમર્શિયલ શેડ, 118 ઓલટા તથા આડશો સહિત કુલ 202 દબાણો તોડવામાં આવ્યા હતા.