• આ ફ્લાય ઓવર 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ

  • જામ થયેલા ટ્રાફિકના નિયમન માટે સ્થાનિકો અને પોલીસ જવાનો મદદમાં જોડાયા છે. સવારથી ટ્રાફિક જામ સર્જાયેલો છે


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક (jivraj park) ફ્લાયઓવર ગઈકાલ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા જીવરાજ પાર્ક ફ્લાયઓવર બંધ થતા જ વાહન ચાલકોને મોટી સમસ્યા સર્જાઈ છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી વેજલપુર તરફના સમગ્ર માર્ગ પર સવારથી ટ્રાફિક જામ (traffic jam) જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : પોલીસને ચકરાવે ચઢાવે તેવી અંકલેશ્વરની મર્ડર મિસ્ટ્રી, એક બેગમાંથી ઘડ-માથુ મળ્યું, ને બીજી બેગમાંથી અન્ય અંગો


સવારથી ટ્રાફિક દૂર કરવામાં જોડાયા પોલીસ જવાનો 
મેટ્રો રેલ ( Metro rail)નું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી પાંચ દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક (traffic) વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. ત્યારે આ ફ્લાયઓવર બંધ કરતા તમામ ટ્રાફિક વેજલપુર તરફ ડાયવર્ટ થયો છે. જામ થયેલા ટ્રાફિકના નિયમન માટે સ્થાનિકો અને પોલીસ જવાનો મદદમાં જોડાયા છે. સવારથી ટ્રાફિક જામ સર્જાયેલો છે. આ ફ્લાયઓવર આગામી 10 જુલાઈ સુધી બંધ રહેવાનો છે. ત્યારે ચાર દિવસ હજી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 


[[{"fid":"336347","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ahmedabad_traffic_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ahmedabad_traffic_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ahmedabad_traffic_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ahmedabad_traffic_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ahmedabad_traffic_zee2.jpg","title":"ahmedabad_traffic_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


વાહનચાલકો આ રસ્તેથી જઈ શકે છે 
મેટ્રો રેલની કામગીરી હોઈ ટ્રાફિક અન્ય રોડ પર ડાયવર્ટ કરાયો છે. વેજલપુર રોડ - બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા - વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ - ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા - ધરણીધર ચાર રસ્તા - સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી વાહનચાલકો પહોંચાડશે.