અમદાવાદ: બપોરના સમયે આણંદ પાસેથી પસાર થઇ રહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલા એક ટેન્કરમાં આગ લાગવાને કારણે હાઇવે પર ટ્રાફિકની લાંબી લાઇનો લાગી હતી. આ ઘટનાના 6 કલાક બાદ પણ હાઇવે પર રાહદારીઓ ટ્રાફિક જામમાં ફસાયેલા છે. જે અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ ટ્વિટ પણ કર્યું હતું. અને લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા માટેના આદેશ પણ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપી કે હાઇવે પર 60-65 કિમી સુધી ટ્રાફિકની લાઇનો લાગી છે, નજીકના ટોલનાકા પરથી હેરાન થઇ રહેલા મુસાફરો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા નાના બાળકો માટે બિસ્કીટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આટલા મોટા ટ્રાફિકને દૂર કરવા માટે હજી પણ એક કલાકનો સમય લાગે તેવી શક્યતાઓ કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કરી હતી.


નડિયાદ: નાગરિક પુરવઠા નિગમની કચેરીમાંથી અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયો 



ટેન્કરમાં લાગેલી આગને કારણે પહેલા એક્સપ્રેસ વેની એક બાજુએ જ ટ્રાફિક જામ થયો હતો. જ્યારે થોડી વાર બાદ હાઇવેની બંન્ને બાજુએ ટ્રાફિકની જામ જેવી સ્થિતિ થઇ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી છે, કે લોકોને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિવારણ લાવવામાં આવશે. અને એક કલાક જેટલા સમયમાં તમામ ટ્રાફિક દૂર કરી દેવામાં આવશે. ટેન્કર વચ્ચે થયેલા આ અકસ્માતમાં કોઇ પણ જાનહાની થઇ નથી.