વડોદરા :હાલ રાજ્યભરમા નવા મોટર વ્હીકલ એક્ટનું પાલન ટ્રાફિક વિભાગ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે એક બાઈક ચાલકને અટકાવવા જતા ટ્રાફિક પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ, એક ચાલકને ટ્રાફિકના પાઠ ભણાવવાના ચક્કરમાં ટ્રાફિક પોલીસ ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ટ્રાફિક પોલીસનો એક કાફલો ફતેગંજ સર્કલ પાસે ઉભો હતો. ત્યારે આ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર બાઈક ચાલક ત્યાંથી પસાર થયો હતો, અને ટ્રાફિક પોલીસ તેને રોક્યો હતો. ત્યારે ટ્રાફિક પોલીસ અને બાઈક ચાલક વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. જેના બાદ પોલીસને જોઈ બાઈક સવારે બાઈક પૂરઝડપે હંકારી હતી. દંડથી બચવા બાઈક પૂરઝડપે હંકારી હતી. પરંતુ ટ્રાફિક પોલીસ જવાને પાછળથી બાઈક પકડી રાખી હતી. જેથી બાઈક હંકારતા જ તેઓ રસ્તા પર ધસડાયા હતા. 


બાઈક ચાલકે પોલીસ જવાન મુકેશ રાઠવાને રોટ પર 25 ફૂટ સુધી ધસેડ્યા હતા. જેમાં તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. ટ્રાફિક પોલીસ જવાન ઈજાગ્રસ્ત થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો બીજી તરફ, સયાજીગંજ પોલીસે બાઈક સવાર રિકીન સોનીની ધરપકડ કરી હતી.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :