અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસે માર્યો લાફો, પાટીદાર યુવાનો વિફર્યાં
સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે બાઈક પાર્ક કરવાની બાબતે બબાલ થતા, પોલીસ કર્મચારીએ કથીરિયાને લાફો માર્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ મામલે સુરત પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા.
તેજસ મોદી/સુરત : સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે બાઈક પાર્ક કરવાની બાબતે બબાલ થતા, પોલીસ કર્મચારીએ કથીરિયાને લાફો માર્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ મામલે સુરત પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા. ત્યારે વરાછા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. જેના બાદ પોલીસ દ્વારા પાટીદાર યુવાનોને ડિટેઈન કરાયા હતા. અલ્પેશ કાથીરિયા સામે રાયોટિંગ, સરકારી મિલ્કતને નુકસાનનો ગુનો દાખલ કર્યો છે. તો પોલીસ કર્મીઓને ધમકી આપવાની કલમો પણ ઉમેરાઈ છે. પાટીદાર નેતા ધાર્મિક માલવિયા સહિતના પાટીદારો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઈ છે.
અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, મારી ઓફિસની નીચે હું મારી ગાડી પાર્ક કરી રહ્યો હતો. ત્યારે મારા બાજુવાળાની ગાડી ડિટેઈન કરાઈ રહી હતી. ત્યારે મેં કહ્યું કે પીળા પટ્ટાની અંદર ગાડી છે તમે તે ગાડી ન ઉઠાવી શકો. તેથી ક્રેઈનની પાછળાન મજૂરો મને ગાળ બોલવા લાગ્યા. ત્યાર બાદ માહોલ ગરમાયો હતો અને એસીપી ઈન્ચાર્જ પરમાર અને અલ્પેશ વચ્ચે રકઝક થઈ હતી. અલ્પેશે આક્ષેપ લગાવ્યો છે કે, પોલીસ કર્મચારીએ મને લાફો માર્યો છે. આ ઘટના બાદ અલ્પેશ કથીરીયાની અટકાયત કરાઈ હતી.
અલ્પેશ કથીરિયાને છોડાવવા મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા
અલ્પેશ સાથે બનેલી ઘટના બાદ પાટીદાર યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં અલ્પેશના સમર્થકો વરાછા પોલીસ સ્ટેશન બહાર પહોંચી ગયા હતા, તેમણે નારેબાજી કરી હતી. પાટીદાર યુવાનોએ હોબાળો મચાવતા પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. પોલીસે ટોળાને વિખેરવા કેટલાક પાટીદાર યુવકોને ડિટેઈન કર્યા હતા. ધાર્મિક માલવિયા સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કાર્યર્તાઓની ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં લઈ જવાયા હતા.
તમાચા પ્રકરણ બાદ અલ્પેશ કથીરિયાએ શું કહ્યું? જાણો
પોલીસનું નિવેદન
અલ્પેશના થપ્પડકાંડ બાદ ડીસીપી ઝોન-1 આર.સી બોરાટે મીડિયાને કહ્યું હતું કે, અલ્પેશે પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. તેમણે અમારી ટીમ સાથે ગેરવર્તણૂક કરી હતી. અમારી કામગીરીમાં રુકાવટ કરી હતી. હાલ તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. તેમના સમર્થકોએ આવીને પોલીસની કામગીરીમાં રુકાવટ કરી હતી. સવારના સમયમાં ટ્રાફિક પોલીસ પોતાનું કામ કરી રહી હતી. તે દરમિયાન અલ્પેશે આવી કામગીરીમાં રુકાવટ કરી હતી, અને અધિકારીઓને ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ તેમને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા. બાદમાં અલ્પેશે આવીને હલ્લાબોલ કર્યો હતો. ગઈકાલે પણ અલ્પેશ દ્વારા સરથાણામાં પોલીસને ઉકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ પોતાના સંયમથી વર્તી રહી છે. પાટીદાર સાથે ઘર્ષણનો આમા કોઈ જ મામલો નથી. તેમાં અલ્પેશના વ્યક્તિગત મામલામાં તે આવુ કરી રહ્યો હોય તેવું લાગે છે.
અલ્પેશ કથીરિયા સામે નોંધાયો રાયોટિંગનો ગુનો, લોકઅપમાં રડ્યો અલ્પેશ?
અલ્પેશે શું કહ્યું...
આ ઘટના બાદ અલ્પેશ કથીરિયાએ ઝી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે, સામાન્ય માણસ પોલીસથી પરેશાન થાય છે. પોલીસ મારી માફી માગે. કોઈ સસ્પેન્ડ થાય તેવી મારી માંગ નથી. માફી નહિ માગે તો હું ફરિયાદ કરીશ. વગર વાંકે મને માર મરાયો છે. આવું વર્તન કોઈની સાથે પણ ન થવું જોઈએ.