તેજશ મોદી, સુરત: પોલીસ વિભાગમાં અનેક વખત નાના કર્મચારીઓએ મન ન માને તો પણ ઉચ્ચ અથવા ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવું પડતું હોય છે, અને જો આદેશ ન માનવામાં આવે તો તેની સજા પણ ભોગવવી પડતી હોય છે કારણ કે પોલીસ ખાતુ શિસ્તને વરેલો વિભાગ છે. ઉપરી અધિકારી સામે કોઇ શિંગડા ભેરવવાની હિંમત કરતું નથી. જો કે સુરતમાં બનેલી એક ઘટનામાં કર્મચારીએ ઉપરી અધિકારીની ફરિયાદ સ્ટેટ કંટ્રોલ રૂમમાં કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO રાજકોટ: ખેડૂતોના ઉપવાસ આંદોલનનો અંત, 15 દિવસમાં ચૂકવાશે પાકવીમો


સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેશ પટેલે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી કે, 'મને ઉપરી અધિકારીઓ હેરાન કરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત છતાં કોઇ જગ્યાએ ન્યાય ન મળ્યો એટલે આખરે તેણે સ્ટેટ કન્ટ્રોલરૂમમાં ફોન કર્યો છે.'  જો કે આ ફોન કરવાની સજાના ભાગ રૂપે શૈલેશની તાત્કાલિક અસરથી મરીન પોલીસ મથકમાં બદલી કરી દેવામાં આવી છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેશ મનહરભાઈ પટેલે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આ સાથે જ સમગ્ર ઘટના અંગેના વિડીયો ફૂટેજ અને ઓડિયો રેકોર્ડીંગ પણ આપવામાં આવ્યું છે. 


જુઓ VIDEO...


VIDEO: CM રૂપાણી અને શિક્ષણમંત્રી શિક્ષકો પર લાલઘૂમ, ચુડાસમાએ કહ્યું-'વેતન લો છો તો કામ કરવું પડશે'


તેમણે કહ્યું કે, આ અંગે ડીસીપી અને પોલીસ કમિશનરને રજૂઆતો કરી છે. કોઇ જગ્યાએથી મને ન્યાય મળ્યો નહીં. એટલે મારે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં ફોન કરવાની ફરજ પડી છે. ટ્રાફિક શાખાના ડીસીપી ડો. સુધીર દેસાઇ સમક્ષ વારંવાર રજૂઆતો કરી તેમને પણ ઓડિયો રેકોર્ડિંગ મોકલવામાં આવ્યું. તેમના વોટ્સએપ પર પણ માહિતી મોકલી આમ છતાં ન્યાય અપાવવાના બદલે મૂળ પગારનો દંડ કેમ ન કરવો? તેવી કારણદર્શક નોટિસ આપી. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...