તૃષાર પટેલ/વડોદરા: એક તરફ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને હવે નિયમોની અવગણના કરવા બદલ મસમોટો દંડ ભરવો પડે તેવા કાયદાઓનું હવે નજીકના સમયમાં અમલીકરણ થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરાના એક વાહન ચાલકે કાયદાનું અમલીકરણ થાય અને પોતાની સુરક્ષા પણ જળવાઈ રહે તે માટે યુનિક હેલ્મેટ બનાવ્યું છે. આ હેલ્મેટ સાથેનો તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટુ વેહિકલ ચલાવતાં વાહન ચાલકો માટે હેલ્મેટ એ હંમેશા જીવ રક્ષક બન્યું છે. ત્યારે હવે ટ્રાફિક નિયમનના નવા કાયદાઓ અને નિયમો મુજબ વાહન ચાલકને હવે પોતાના વાહન સાથે જરૂરી તમામ દસ્તાવેજો પોતાની સાથે રાખવા જરૂરી બન્યા છે એવા સમયે શહેરના આર.વી દેસાઇ રોડ પર આવેલ વિજયનગરમાં રહેતા અને ઇન્સ્યોરન્સ કંપનીમાં એડવાઇઝર તરીકે કામ કરતાં 50 વર્ષીય રામપાલ શાહે અનોખું હેલ્મેટ બનાવ્યું છે.


વડતાલ મંદિરના ત્રણ સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હોવાની નોંધાઇ ફરિયાદ


આગામી દિવસોમાં કમરતોડ દંડ સાથે ગુજરાત સરકાર દ્વારા સંભવતઃ અમલ થનારા ટ્રાફિક નિયમના કાયદાથી બચવા માટે તેઓએ પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વાહનના વીમાની કોપી લગાવી દીધી છે. જેથી ટ્રાફિક પોલીસ રોકીને આ ડોક્યુમેન્ટ માંગે તો ખાલી હેલ્મેટ જ ઉતારવાનું રહે છે. આજે તેઓ રોડ પોતાની બુલેટ લઇને નીકળતા રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


અમદાવાદ 2 ઓક્ટોબરથી બનશે ‘પ્લાસ્ટિક મુક્ત’: AMC કમીશ્નર વિજય નહેરા


રામપાલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, હવે જયારે આગામી દિવસોમાં ટ્રાફિકના નિયમોને લઈને વધુ દંડ સાથેનો કાયદો અમલમાં આવી રહ્યો છે. પરંતુ, જો દરેક વાહન ચાલક હેલ્મેટ પહેરે અને પોતાની પાસે તમામ દસ્તાવેજ રાખેતો દંડ ભરવાનો આવશેજ નહિં. લોકોને પણ મારી અપિલ છે કે, હેલ્મેટ પહેરો અને સાથે તમામ દસ્તાવેજ રાખો જેથી વાહન ચાલક દંડની રકમ ભરવાથી બચી પણ શકાશે.


જુઓ LIVE TV :