કરૂણાંતિકા : ભાઇબીજના દિવસે જ બહેનના ઘરે જઇ રહેલા ભાઇનું અકસ્માતે મોત
પાદરા તાલુકાના મુજપુર દરિયાપુર ગામનો પરિવાર આજે સવારે ભાઇબીજ કરવા માટે દુડામ ગામ જઇ રહ્યો હતો, ત્યારે ભીમપુર કેનાલ પાસે ઇખો કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ખાબક્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડની અને NDRF ની ટીમોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ ભાઇબીજના દિવસે જ બહેને ભાઇને ગુમાવ્યો હતો.
વડોદરા : પાદરા તાલુકાના મુજપુર દરિયાપુર ગામનો પરિવાર આજે સવારે ભાઇબીજ કરવા માટે દુડામ ગામ જઇ રહ્યો હતો, ત્યારે ભીમપુર કેનાલ પાસે ઇખો કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ખાબક્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડની અને NDRF ની ટીમોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ ભાઇબીજના દિવસે જ બહેને ભાઇને ગુમાવ્યો હતો.
અકસ્માતમાં ગુમ ગુમ યુવાનની પત્ની અને પુત્ર રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર દરિયાપુર ગામના વિનુભાઇ ભીખાભાઇ પઢીયાર તેમની પત્ની વિદ્યાબેન અને જયરાજ સાથે દુમાડ ગામમાં રહેતા બહેનનાં ઘરે ભાઇબીજની ઉજવણી કરવા માટે નિકળ્યા હતા. જ્યારે તેઓ ભીમપુરા કેનાલ પાસે પહોંચ્યા ત્યારે ઇકો કારે તેમની બાઇકને અચાનક ટક્કર મારી હતી. જેથી વિનુભાઇ કેનાલમાં પડી ગયા હતા અને પત્ની વિદ્યાબેન અને પુત્ર જયરાજ રોડ પર પટકાયા હતા.
જેથી બંન્ને ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયર બ્રિગેડ અને NDRF ની ટીમની મદદથી ગુમ તયેલા વિનુભાઇની શોધખોળ હાથ ધરી હતી. 5 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube