મોરબીમાં ફરી મોટી દુર્ઘટના! રાતના અંધારામાં નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી, અનેક દટાયા
શુક્રવારે સાંજે મોરબી(Morbi)માં એક મોટો અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન મેડિકલ કોલેજ(Medical College)ની બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. અહેવાલો મુજબ આ અકસ્માતમાં પાંચ કર્મચારીઓ ઘાયલ થયા છે.
હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીના સનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી રહી છે. જેના બીજા માળ ઉપર સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી કરીને મજૂરોને ઈજા થયેલ છે અને ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાય છે. જોકે એક મજૂર કાટમાળની વચ્ચે દબાઈ ગયેલ હોય તેને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી હતી અને સાત કલાકે કાટમાળમાં દબાયેલા યુવાનને બહાર કાઢ્યો હતો અને સારવારમાં ખસેડાયો હતો.
સાહેબ હવે બોલો! મકાનો ગરીબોના કે ભાજપીઓના, 2 કોર્પોરેટરના પતિઓએ 20 મકાન પચાવી પાડ્યા
રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં નવી મેડિકલ કોલેજ મંજુર કરવામાં આવી છે જે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેની કામગીરી હાલમાં મોરબીના સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર ચાલી રહી છે અને ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે. જેમાં બીજા માળ ઉપર સ્લેબ ભરવા માટેની કામગીરી શુક્રવારે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી કરીને લોખંડના સળિયા અને સિમેન્ટ કોંકરેટનો જે માલ હતો તેની સાથે ઉપર કામ કરી રહેલા મજૂરો નીચે પહેલા માળ ઉપર પટકાયા હતા.
ગુજરાતમાં જમીન ખરીદીના બદલાઈ રહ્યાં છે નિયમો, જમીનોના ભાવમાં આવશે ધૂમ તેજી
દરમિયાન કેટલાક મજૂરો હેમખેમ હોવાથી તેઓ દોડીને નીચે ઉતરી ગયા હતા જોકે અમુક મજૂરને ઈજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને એક મજૂર લોખંડના સળિયા અને બાંધકામના માલ વચ્ચે ફસાઈ ગયેલ છે. જેથી કરીને તેને બચાવવા માટેની કામગીરી ફાયર વિભાગ અને પોલીસના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે.
રોહિતે તે કરી દેખાડ્યું જે ધોની-કોહલી ન કરી શક્યા, 112 વર્ષ બાદ ભારતના નામે રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે આઠ વાગ્યે સ્લેબ તૂટી પડ્યો હતો અને તેની વચ્ચે ફસાયેલ મજૂરને કાઢવા માટેની કામગીરી ચાલી રહી હતી અને શનિવારે વહેલી સવારે ૩ વાગ્યે કાટમાળમાં ફસાયેલ મજૂરને બહાર કાઢવામાં આવ્યો હતો નથી. આ કામગીરીની અંદર જે કોઈની બેદરકારી હોય તેની સામે આકરા પગલાં લેવાય તેવી ટંકારાના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના આગેવાનોએ દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં કોઈ પણ ગુજરાતી ખેતીની જમીન ખરીદી શકે? જાણી લો શું છે કાયદો અને નિયમો
મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની છત તૂટી પડતા કુલ પાંચ મજૂરો ઘટનાનો ભોગ બન્યા હતા. જેમાં ચાર મજૂરોની ઓળખ થઈ છે, આ દુર્ઘટનામા કમલેશ કલાભાઈ વાકલા ૨૭ રહે. રૂપાખડા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને સરકારી હોસ્પિટલ મોરબી, મનીષ મગનભાઈ મેડા ૩૦, સુરડીયા જી.જાંબુઆ મધ્યપ્રદેશ, સંજયભાઈ નાગજીભાઈ મારલાણા ૪૫ રહે. રાજકોટ અને અરુણકુમાર પાસવાન રહે. ભરખડ વાળાને સાગર હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવ્યા હતા. અને સુનિલ સાહુ રહે. ટોટી ગામ, કલાડી ઓરિસ્સા વાળો કાટમાળમા ફસાયેલ હતો જેને મોરબી અને રાજકોટની ફાયરની ટીમે સાત કલાકે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલ છે અને સારવાર માટે હોસ્પિટલે ખસોડવામાં આવેલ છે.
Gratuity Rules: સરકારે બદલ્યો ગ્રેચ્યુઈટીનો નિયમ, હવેથી કર્મચારીઓને મળશે વધુ ફાયદો