નડિયાદ : નજીકથી પસાર થઇ રહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બુધવારે સાંજે અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ પાછળ કાર ઘુસી જતા સ્થળ પર જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવમાં 4 લોકો ઘાયલ થયા હતા. ચકલાસી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા જિલ્લાના નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે સમી સાંજે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જતી એસ.ટી બસ પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો ફુરચો બોલી ગયો હતો. 


કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે આ કારમાં બેઠેલા અ્ય પાંચ વ્યક્તિઓએ તત્કાલ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી એક વ્યક્તિનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકના મૃતદેહ ચુંથાઇ ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube