સુરતમાં હિટ એન્ડ રન: ટ્રકે વિદ્યાર્થીનીને અડફેટે લેતા કરૂણ મોત, ટ્રકના પૈડાએ કુચ્ચો વાળ્યો!
સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગેલેક્સી સર્કલ પાસે રહેતી દિયા અઠવા ગેટ સ્થિત સેવન ડે સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે. આજે બપોરે દિયા પોતાની સ્કૂલથી ઘરે પરત આવી રહી હતી.
ચેતન પટેલ/સુરત: શહેરમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટનામાં એક માસુમ વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું છે. ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પાલ વિસ્તારની છે, જ્યાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલેથી ઘરે પરત આવી રહી હતી. તે દરમિયાન ટ્રક ચાલકે આ વિદ્યાર્થીને અડફેટે લીધી હતી. જેમાં ઘટના સ્થળે જ આ વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું હતું.
ઊંઝામાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા, મા ઉમિયા ખુદ આર્શીવાદ આપવા નીકળ્યા
સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગેલેક્સી સર્કલ પાસે રહેતી દિયા અઠવા ગેટ સ્થિત સેવન ડે સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે. આજે બપોરે દિયા પોતાની સ્કૂલથી ઘરે પરત આવી રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડી રહેલી ટ્રકે દિયાની ગાડીને અડફેટે લીધી હતી. જેમાં દિયા ધડાકાભેર રસ્તા ઉપર પટકાઈ હતી અને તેના ઉપરથી જ ટ્રકના પૈડા ફળી વળ્યાં હતા. જ્યાં ઘટના સ્થળે જ દિયાનુ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
12 વર્ષ પછી રચાયો 'વિપરીત રાજયોગ', આ 4 રાશિના લોકોને અચાનક મળશે અઢળક ધન!
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પાલ પોલીસ મથકના પીઆઇ સહિતના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેને પીએમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
મણિપુર કેમ સળગી ઉઠ્યું છે? શું છે આ નાગા-કુકી અને મૈતેઈ વિવાદ, ખાસ જાણો
બીજી તરફ પોલીસ દ્વારા ટ્રક નંબરના આધારે મુખ્ય માલિક સુધી પહોંચવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.