વડોદરાઃ વડોદરાના કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી ભરૂચ તાલુકાના સામલોદ ગામના રાહુલ વસાવાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તબીબી અભિપ્રાયમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ હત્યારાઓની ધરપકડ કરી હતી.  હત્યારાઓની પ્રાથમિક તપાસમાં મોતને ઘાટ ઉતારાયેલ યુવાનને હત્યારાઓ પૈકી એક હત્યારાની પત્ની સાથે આડાસબંધ હોવાથી કાસળ કાઢી નાંખ્યું  હતું.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લાના સામલોદ ગામની નવીનગરીમાં રહેતા રાહુલ દિલીપભાઇ વસાવાને ભરૂચ જિલ્લાના ચાવજ ગામમાં રહેતા એક શખ્સની પત્ની સાથે થોડા મહિનાઓ પહેલાં આડા સબંધ હતા. આ સબંધની અદાવતમાં આ શખ્સે તેના ગામના જ બે મિત્રો શૈલેષ હરીભાઇ વસાવા અને મિતેષ રમણભાઇ વસાવાની સાથે મળી કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાં લઇ આવ્યા હતા. અને ત્યાં તેનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાહુલની ઓળખ ન થાય તે માટે હત્યારાઓએ તેના મોંઢા ઉપર કેમિકલ નાંખી દીધું હતું. તે બાદ હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ રાહુલની ભાળ ન મળતા પરિવારજનોએ  31.10 ના રોજ ગૂમ થયાની જાણ કરતી અરજી આપી હતી. 7મી નવેમ્બરે મૃતદેહ મળ્યા બાદ પોષ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં રાહુલની હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતા પોલીસે હત્યારાઓને  શોધી કાઢવા  તપાસનો દોર શરૂ  કર્યો હતો.


આ પણ વાંચોઃ World Cup Final ના લીધે અમદાવાદની હોટલોમાં તેજી, ફ્લાઇટના ભાડામાં પણ ધરખમ વધારો


બાદમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓની ભાળ મેળવી ત્રણ હત્યારાઓને દબોચી લીધા હતા.  હત્યારાઓની પૂછપરછમાં રાહુલ વસાવાને ચાવજના શખ્સની પત્ની સાથે આડા સબંધ હતા. જેની અદાવતમાં પતિએ તેના ગામના બે મિત્રો શૈલેષ વસાવા અને મિતેષ વસાવાની મદદ લઇ રાહુલને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વિગતો બહાર આવી હતી. કરજણ પોલીસે રાહુલ વસાવાની હત્યા કરનાર ત્રણ આરોપીઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube