ગ્રીષ્મા હત્યા કેસની શાહી સૂકાઈ નથીને ફરી ઘટનાનું પુનરાવર્તન, 22 વર્ષના લગ્નજીવનનો પતિએ અંત આણી કાપ્યું પત્નીનું ગળું
છેલ્લા 20 દિવસથી પતિ ઘરની બહાર રહેતો હતો. નશાની હાલતમાં અગાઉ પણ પુત્ર અને પત્ની સાથે મારઝૂડ કરતો હતો. પરંતુ આજે તેણે પત્નીની હત્યા કરવાના ઇરાદે પુત્રને નાસ્તો લેવા બહાર મોકલ્યો હતો અને પુત્ર બહાર જતા જ દરવાજો અંદરથી બંધ કરી પત્નીનું ગળું કાપી નાખ્યું હતું.
ચેતન પટેલ/સુરત: સુરત શહેરમાં દિવસેને દિવસે ગોઝારી ઘટનાઓ વધી રહી છે, ત્યારે ફરી એકવાર સુરતમાં ગોઝારી ઘટના બની છે. ડિંડોલીમાં પતિએ પત્નીની ગળું કાપી હત્યા કરી પુત્ર પુત્રીને મૂકી નાસી છૂટયો છે. આ ઘટનામાં 22 વર્ષના લગ્નજીવનનો પતિએ અંત આણ્યો છે. જાણવા મળી રહ્યું છે કે અગાઉ પણ પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો, પરંતુ તે વખતે સફળતા મળી નહોતી.
છેલ્લા 20 દિવસથી પતિ ઘરની બહાર રહેતો હતો. નશાની હાલતમાં અગાઉ પણ પુત્ર અને પત્ની સાથે મારઝૂડ કરતો હતો. પરંતુ આજે તેણે પત્નીની હત્યા કરવાના ઇરાદે પુત્રને નાસ્તો લેવા બહાર મોકલ્યો હતો અને પુત્ર બહાર જતા જ દરવાજો અંદરથી બંધ કરી પત્નીનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની શોધખોળ શરૂ કરી હતી.
કોરોના મહામારીમાં પણ સુમુલ ડેરીના વાર્ષિક ટર્નઓવરમાં તોતિંગ વધારો, પશુપાલકોને મળશે મોટા બોનસનો લાભ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં આવેલ સોરી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પાટડી ગામના વતની હંસાબેન ઝાલા 22 વર્ષ પહેલા સુરભાઈ ઝાલા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. તેમના સુખી લગ્ન જીવનમાં દંપતીને પુત્ર અને પુત્રી હતા. પરંતુ પતિ પત્ની વચ્ચે લાંબા સમય બાદ ઘરમાં ઝઘડાઓ શરૂ થયા હતા અને છેલ્લા ચાર વર્ષથી પત્ની સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી હતી. પતિ પત્નીને મળવા આવતો જતો રહેતો હતો.
જોકે છેલ્લા 20 દિવસથી પતિ દારૂના નશામાં આવી પત્ની અને પુત્રી સાથે ઝઘડો કરતો હતો. પતિ ભૂતકાળમાં પણ પત્ની સાથે અણબનાવને લઇને જીવલેણ હુમલો કરી ચુક્યો હતો. જોકે આજે સુરભાઈ ઝાલા પોતાની પત્નીના હત્યાના ઈરાદે ઘરે પહોંચ્યો હતો અને પુત્રને પૈસા આપી નાસ્તો લેવા મોકલ્યો હતો, ત્યાર બાદ પત્ની ઘરમાં એકલી હતી તે સમયે એકલતાનો લાભ લઇ પત્નીનું ગળુ કાપી કરપીણ હત્યા કરી નાખી હતી. પતિ ત્યારબાદ બન્ને બાળકોને મૂકીને ફરાર થઇ ગયો હતો. પછી બાળકો ઘરે આવતા હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં બૂમાબૂમ કરી મૂકી હતી, જેને લઇને પડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.
GUJARAT CORONA UPDATE: નવા 12 કેસ, 15 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
મહિલાની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આ મામલે પૂછપરછ કરી હતી અને હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની શોધખોળ શરૂ કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube