પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગના બીજા માળેથી એક મહિલા મજૂરનું નીચે પટકાતા મોત નિપજ્યું હતું. બીજા માળેથી પટકાયેલી મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે પતિ સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાના મોતથી સાત મહિના અને ત્રણ વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદા બગડયા! 4 ક્લાસવન અધિકારી સહિત ગુજરાતના 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ


સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી હોમ નામની બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી 22 વર્ષીય રેજૂ ડામોર પતિ સાથે કામ કરતી હતી. એક મહિના પહેલા જ રેજુ અને તેનો પતિ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. રેજૂના લગ્ન 2019માં થયા હતા અને હાલ તેઓને એક ત્રણ વર્ષ અને એક સાત મહિનાની દીકરી છે.


સમોસા ખાતા પહેલાં ચેતજો! સુરતના વ્યક્તિએ સમોસામાં એવું ભર્યું કે દેખશો તો પણ ઉલટી કર


આજે પતિ સાથે લક્ષ્મી હોમની બની રહેલી બિલ્ડીંગમાં બીજા માળે કડિયા કામ કરી રહ્યા હતા. પતિ પણ નજીકમાં જ હતો. દરમિયાન રેજૂ બીજા માળેથી પટકાઈ હતી. પતિએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે અસફળ રહ્યો હતો. રેજુ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તડાકા ભેટ નીચે ફટકાયેલી મહિલાને જોઈને આસપાસથી મજૂરો દોડી આવ્યા હતા.


મહત્વપૂર્ણ મુલાકાત રહી! PM મોદી અને AUS PM એકબીજાને મળીને થયા ગદગદ, શેર કર્યા અનુભવો


રેજુને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. તેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રેજૂના મોતના પગલે બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પતિએ જણાવ્યું હતું કે કામ કરતા સમયે કોઈ શક્તિના સાધનો હતા નહીં.


લિંક મોકલી ફસાવવાનું નવું કૌભાંડ! સારું કમાવવાની લાલચમાં સુરતના યુવકે ગુમાવ્યા લાખો


રેજૂનું મોત થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આવ્યા બાદ પરિવારજનોના નિવેદન લીધા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું.