* અમદાવાદથી કેવડિયા વચ્ચે દોડશે આ સ્પેશ્યલ ટ્રેન
* ટ્રેનમાં આસપાસ અને ઉપરનો ડોમ કાચનો બનેલો હશે જેથી કુદરતી દ્રશ્યોનો આનંદ માણી શકાય
* વાઇફાઇ, ફ્રીજ, સાઉન્ડ સિસ્ટમ, મિની પેન્ટ્રી, હોટકેસ, માઇક્રોવેવ ઓવન અને કોફી મશીન જેવી સગવડ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : આવતીકાલે વડાપ્રધાન મોદી કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ સાથે કેવડિયા સુધી જતી 8 ટ્રેનોનો પણ શુભારંભ થશે. હવે અમદાવાદીઓને કેવડિયા જવા માટે સી પ્લેનની સાથે સાથે નવી ભેટ પણ મળી ચુકી છે. અમદાવાદથી કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે કાચમાંથી ઉપરો અને આસપાસનો નજારો જોઇ શકાય તેવી જનશતાબ્દી એક્સપ્રેસ દોડશે. આ ટ્રેનમાં આધુનિક વિસ્ટા ડોમ ટૂરિસ્ટ કોચ બનાવાયા હશે. જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનાં નયનરમ્ય નજારાઓ પણ જોઇ શકશે. 


કોરોનાની રસી લઈને 3 કલાક પૂરા થયા, હજી સુધી કોઈ આડઅસર નહિ


પર્યટકોને આકર્ષવા માટે રેલવે દ્વારા ચેન્નાઇની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં એલએચબી વિસ્ટાડોમ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક કોચ અમદાવાદને ફાલવવામાં આવશે. આરામદાયક 44 સીટ આ વિસ્ટાડોમ કોચમાં હશે.વિસ્ટાડોમ કોચની સાઇડમાં ઉપરની તરફ તેમજ પાછળના ભાગે લાંબા ટ્રાન્સપરન્ટ ગ્લાસ લગાવવામાં આવ્યા છે. આ કોચની 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી હોવાથી પેસેન્જરો સીટ પર બેઠા બેઠા જ ચારે બાજુનો નજારો જોવાની સાથે ફોટોગ્રાફી પણ કરી શકાશે. તેમજ વિસ્ટા ડોમ કોચના પ્રવાસીઓ માટે વાઇફાઇની સુવિધા પણ હશે. આ ઉપરાંત સ્મોક ડિટેક્શન સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ રાખવા માટે મોટા સ્ટીલના પાર્ટીશન અને ઓટો ડોરની સુવિધા ધરાવતા આ કોચમાં મિની પેન્ટ્રી, હોટકેસ, માઇક્રોવેવ ઓવન, કોફી મનીશ અને ફ્રિઝની સુવિધા પણ મળશે. 


તીન પત્તી ગેમ રમતા પહેલા સો વાર વિચારજો, 650 કરોડના ચિપ્સ સાથે થયા ચેડા


જનશતાબ્દિ એક્સપ્રેસ ટ્રેન અત્યાધુનિક સુવિધાની સજ્જ છે. પ્રવાસી ટ્રેનમાં પ્રવાસ કરતા કરતા કુદરતી દ્રશ્યોનો નજારો પણ માણી શકશો. અમદાવાદથી ટ્રેન કેવડિયા જશે. તો હવે અમદાવાદથી કેવડિયા જવા માટે બસ, વોલ્વો બસ, સી પ્લેન અને અત્યાધુનિક ટ્રેનની સુવિધા પણ મળશે. આ પ્રકારે પરિવહન માટેની તમામ માધ્યમથી સગવડો અમદાવાદીઓને મળશે. આ ઉપરાંત અહીં આવતા પ્રવાસીઓ પણ અમદાવાદથી જ કેવડિયા જવા માટે રવાના થશે. નોંધનીય છે કે, હવે તબક્કાવાર કેવડિયાની કનેક્ટિવિટી વધારવા માટેના પ્રયાસો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube