ગુર્જર આંદોલનની સીધી અસર ગુજરાતની ટ્રેનોને, કેટલીક રદ થઈ કેટલીક ડાયવર્ટ
રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. રાજ્યમાં જગ્યા જગ્યાએ ગુર્જર સમુદાયના લોકો 5 ટકા આરક્ષણ માટે આંદોલન કરી રહ્યાં છે. અનેક જગ્યાઓએ આગચંપીની ઘટનાઓ પણ થઈ છે. સવાઈ માધોપુરમાં તો ગુર્જર સમુદાયના લોકો રેલવેના પાટાઓ પર બેસ્યા છે. આ કારણે જયપુરના રસ્તે જતી આવતી ટ્રેનો પર મોટી અસર પડી રહી છે. આગામી ત્રણ દિવસો માટે 37 ટ્રેનો રદ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. માત્ર રવિવારે 10 ફેબ્રુઆરીના રોજ જ 18 ટ્રેન રદ કરવામાં આવી હતી અને 13 ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા. તો તેની સીધી અસર ગુજરાતથી પસાર થતી ટ્રેનો પર પણ પડી છે.
અમિત રાજપૂત/અમદાવાદ : રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. રાજ્યમાં જગ્યા જગ્યાએ ગુર્જર સમુદાયના લોકો 5 ટકા આરક્ષણ માટે આંદોલન કરી રહ્યાં છે. અનેક જગ્યાઓએ આગચંપીની ઘટનાઓ પણ થઈ છે. સવાઈ માધોપુરમાં તો ગુર્જર સમુદાયના લોકો રેલવેના પાટાઓ પર બેસ્યા છે. આ કારણે જયપુરના રસ્તે જતી આવતી ટ્રેનો પર મોટી અસર પડી રહી છે. આગામી ત્રણ દિવસો માટે 37 ટ્રેનો રદ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. માત્ર રવિવારે 10 ફેબ્રુઆરીના રોજ જ 18 ટ્રેન રદ કરવામાં આવી હતી અને 13 ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા. તો તેની સીધી અસર ગુજરાતથી પસાર થતી ટ્રેનો પર પણ પડી છે.
11 ફેબ્રુઆરીના રોજ 10 ટ્રેન રદ રહેશે. તો 12 ફેબ્રુઆરીના રોજ 12 ટ્રેન રદ કરવાની જાહેરાત ઉત્તર રેલવે દ્વારા કરવામાં આવી છે. 13 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ 15 ટ્રેન રદ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આવામાં જયપુર તરફ જતા અને આવતા લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
ગુજરાતમાં કઈ ટ્રેનોને અસર
ગુર્જર આંદોલનને કારણે ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને પણ માઠી અસર પડી છે. ઉત્તર-પશ્ચિમ રેલવેનું શિડયુલ આ કારણે ખોરવાયું છે. 13 ફેબ્રુઆરી સુધી 30 જેટલી ટ્રેનો રદ્દ કરાઈ છે. તો 25 જેટલી ટ્રેનોના રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા વિવિધ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. રેલવે તંત્ર દ્વારા ટિકીટ રિફંડ આપવાની પણ શરૂઆત કરાઈ છે. તો બીજી તરફ, અટવાયેલા મુસાફરોને 24 કલાક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગુર્જર આંદોલન હિંસક બનતા ટ્રેનોમાં સુરક્ષા વધારવામાં આવી છે.