પ્રશાંત ઢીવરે/સુરત: હોળી ધુળેટી પૂર્વ જ કારીગર મજૂર વર્ગ મોટી સંખ્યામાં વતન તરફ ઉપડી રહ્યા છે ત્યારે ઉત્તર ભારત માટેના ટ્રેનોમાં ભયંકર ભીડ જોવા મળી રહી છે. લોકોને પગ મુકવા જગ્યા ન હોય તે રીતના ગિચો ગીચ ભરીને મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે એટલું જ નહીં પરંતુ ટ્રેનના બાથરૂમમાં પણ લોકો મુસાફરી કરતા નજરે પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 કે 8 માર્ચ? કન્ફ્યુઝ ના થશો! અહીં જાણો યોગ્ય તારીખ અને હોળીકા દહનનું મુહૂર્ત


ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરો કારીગરો વર્ગ ખાસ કરીને યુપી બિહારના વતની હોળી ધૂળેટીના પ્રવેશ પોતાના વતન જતા હોય છ. ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતને જોડતી ટ્રેનમાં ભયંકર ભીડ જોવા મળી રહી છે.બેસવા કે ઉભા રહેવાની પણ જગ્યા નથી. પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ હોલી સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા તો કરી પરંતુ પ્રવાસીઓની સંખ્યા સામે ટ્રેનોની સંખ્યા અપૂરતી હોય એવા દ્રશ્ય ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યા છે.


ગુજરાતની ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, પત્નીના ત્રાસ સામે આખરે પતિને મળ્યો ન્યાય


ટેક્સટાઇલ ઉધોગના સહિત વિવિધ ઘટકો સાથે યુપી બિહાર સહિત ઉત્તર ભારતીય મોટી સંખ્યામાં સંકળાયેલા હોવાથી તહેવારોમાં વતન જવા માટેનો ઘસારો ખૂબ જ હોય છે. ઉધના રેલ્વે સ્ટેશન પર ધૂળેટીના પર્વને લઈને પોતાના પરિવાર સાથે વતન જવા રેલવે સ્ટેશન પર ઘસારો જોવા મળ્યો હતો ભારે ભડકડ ભીડ વચ્ચે રેલવેમાં મુસાફરી કરવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. રેલવેની કેપેસિટી કરતા એક નહીં પરંતુ દરેક રેલવે કોચમાં લોકો ગેંડા બકરાની જેમ ગીચોગીચ બેસીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે.


30 વર્ષ પછી સર્જાશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ


એટલું જ નહીં મહિલાઓ સહિત પુરુષો એક જ ડબ્બામાં ગીચોગીચ ભરાયેલા જોવા મળ્યા હતા સાથે જ લોકો પોતાના વતન જવા માટે રેલ્વે કોચના બાથરૂમમાં પણ બેસીને મુસાફરી કરવાનો વારો આવ્યો છે. સરકાર રેલવે, તંત્ર દ્વારા કોઇ યોગ્ય વ્યવસ્થા કરી કાયમી માટે નિવારણ લાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.


દિશાથી લઈને રશ્મિ દેસાઈ સુધી આ તમામ ટીવી એક્ટ્રેસે પહેલાં કર્યું છે આવું ગંદુકામ!