ગાંધીનગરઃ રાજ્યના પોલીસ બેડામાં એક બાદ એક બદલીના સમાચાર સામે આવી રહ્યાં છે. પહેલાં રાજ્યના પોલીસ વડા દ્વારા 47 બિનહથિયારધારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. હવે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા 127 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગની અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એક બદલીનો આદેશ
રાજ્યના પોલીસ વિભાગમાં આજે બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી બાદ હવે પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. પહેલાં 47 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી હતી. હવે 127 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. મોટા ભાગની બદલી સ્વવિનંતીના આધારે કરવામાં આવી છે. 






રાજ્યના પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિન હથિયારધારી 47 પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા દ્વારા આ બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાના કુલ 47 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. એકાએક પોલીસ ઈન્સપેક્ટરોની બદલથી પોલીસબેડામાં પણ આ મામલો ચર્ચામાં રહ્યો છે. 


રાજ્યના પોલીસ વડા દ્વારા અપાયા આદેશ
રાજ્યના જુદા-જુદા જિલ્લામાંથી 47 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીનો આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 47 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની એક સાથે બદલી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાંથી પોલીસ ઈન્સપેક્ટરોની ટ્રાન્સફર થઈ છે. ઘણા પીઆઈને એકાએક બદલીથી ઝટકો લાગ્યો છે. પોલીસ વિભાગમાં બદલીનો ધાણવો કૂટાતાં કહી ખુશી કહીં ગમનો માહોલ છે. 





 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube